Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પંચમહાલ:મોરવા હડફના ચોપડા બુઝર્ગમાં પિતાએ બે બાળકોને કુવામાં નાખી દીધા : બંનેના કરૂણમોત

દુષ્કર્મ કેસના આરોપી પિતાએ ચાર વર્ષ અને સાત વર્ષના પુત્રોને કુવામાં કેમ ફેંક્યા ?પોલીસ તપાસ શરૂ

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામે ક્રૂર પિતાએ બે બાળકોની હત્યા કરી છે. પિતાને પોતાના 4 વર્ષનો અને એક 7 વર્ષોનો એમ બે પુત્રોને પોતાના જ ખેતરમાં આવેલા કુવામાં નાખીને પિતાએ મોતને ઘાટ ઉતારી દીધા છે.

  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કુવામાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.  પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પીએમ માટે મોરા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પિતાએ ક્યા કારણોથી બાળકોની હત્યા કરી તે જાણવા મળ્યું નથી. જો કે આ પિતા દુષ્કર્મના ગુનાનો પણ આરોપી છે.

(9:01 pm IST)