Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પોલીસ સ્‍ટાફને એસીબી ન પકડે તેવી માન્‍યતાનો ભુકકો બોલાવતા એસીબી વડા કેશવકુમાર પોલીસના કબ્‍જામાં રહેલ બાઇક પરત આપવા ૧૦ હજારની લાંચ : માર ન મારવા માટે પાંચ હજારની લાંચ મગાયેલઃ એસીબીના બે છટકામાં ૧ એ.એસ.આઇ અને પોલીસમેન ઝડપાયા

રાજકોટઃ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા દારૂના કેસમાં એક  ફરિયાદીનું બાઇક  કબજે કરેલું જે બાઇક પરત મેળવવા અરજી કરતા ખેડબ્રહ્મા પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. કરશનભાઇ  રેવાભાઇ પરમાર દ્વારા રૂ. ૧૦ હજારની લાંચની માંગણી કરેલ.  ઉકત બાબતે ફરિયાદીએ અરવલ્લી એસીબી બ્રાંચનો સંપર્ક કરતા ગાંધીનગરના નાયબ નિયામક  રૂપલબેન સોલંકીના સુપરવિઝનમાં એસીબી. પી.આઇ. (અરવલ્લી ) પો.ઇન્‍સ. સી.ડી. વણઝારાએ છટકું ગોઠવી  રૂ.૧૦ હજારની લાંચ લેતા  આરોપી એ.એસ.આઇ. ને ઝડપી લીધા હતા.

આ જ રીતે પંચમહાલ જિલ્લાના ઘોઘાબા પંથકમાં દામાવાવ ગામની એક છોકરીને ભગાડી જવાના આરોપમાં  હેડ કોન્‍સ. રમેશભાઇ કે જેની પાસે તપાસ હતી તેમના રાઇટર પો.કોન્‍સ. નિપુલભાઇ પટેલે બન્ને આરોપીઓ કે જેની અટક કરેલ તેમની રીમાન્‍ડ લઇ માર ન મારવા માટે  રૂ. પ  હજારની માંગણી કર્યાનું  ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી જણાવતા વડોદરા એસીબી એકમના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક  એન.પી.ગોહિલના સુપરવિઝનમાં ટ્રપીંગ અધિકારી પો.ઇન્‍સ. દાહોદ એ. કે. વાઘેલા તથા ટીમે આરોપીને પાંચ હજારની લાંચ લેતા  રંગે હાથે ઝડપી લીધા હતા. 

(9:43 pm IST)