Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બોગસ ડોમિસાઇલ મામલો : 4700 સર્ટિફિકેટની યોગ્ય ચકાસણી થઇ નથી :અરજદારનો આરોપ

-કલેક્ટર પાસેથી સોંગંદનામુ કરાવી રીપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ

 

અમદાવાદ:બોગસ ડોમીસાઇલ સર્ટીફીકેટ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રિવેરીફિકેશન થયેલ 4700 જેટલા ડોમીસાઈલની યોગ્ય ચકાસણી નહિ થયાનો અરજદારે આરોપ મુક્યો હતો.

    કોર્ટે તમામ રેવેરીફિકેશન થયેલ ડોમીસાઇલનું કલેક્ટર પાસેથી સોંગંદનામુ કરાવી રીપોર્ટ રજૂ કરવા સરકારને આદેશ આપ્યો છે ડોમીસાઇલ એસો, વેરીફીકેશનમાં અયોગ્ય સાબિત થયેલા ડોમીસાઇલ ધારકો અને વેરીફીકેશનમાં હાજર રહેનારા લોકોના ડોમીસાઇલ રદ્દ કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી. અંગે હવે વધુ સુનાવણી આગામી શુક્રવારના રોજ હાથ ધરાશે.
   
અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ ડોમીસાઇલ સર્ટીફીકેટને લઇને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ જેમાં હજારો ડોમીસાઇલની યોગ્યરીતે ચકાસણી કરવામાં આવી નથી તેવો અરજદાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, બોગસ ડોમીસાઇલ બનાવતા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા મદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી.

(10:53 pm IST)