Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સુરતમાં ઉજવાનારા ગણેશ ઉત્‍સવમાં માટીની મૂર્તિની સ્‍થાપના કરી વિસર્જન કરાશેઃ ગણેશ ઉત્‍સવ સમિતિના ઉપક્રમે ૨૯ જુલાઇના રોજ રેલી દ્વારા જનજાગૃતિ લાવવા કરાયેલા પ્રયાસને જબ્‍બર આવકાર

સુરતઃ સુરત શહેર ગણેશ ઉત્‍સવ સમિતિના સંત સમિતિના અધ્‍યક્ષ સ્‍વામીશ્રી અંબરીશાનંદજી, મહામંત્રીશ્રીઓ મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ શ્રીસીતારામદાસજી બાપુ અને મહંતશ્રી વિશ્વેશ્વરાનંદજી, પ્રમુખશ્રી અનિલભાઇ બિસ્‍કીટવાલા, મહામંત્રીશ્રીઓ વિમલભાઇ ભટ્ટ, જોગેન્‍દ્રભાઇ સહાની અને રજનીભાઇ પટેલ એક સંયુક્‍ત નિવેદનમાં જણાવે છે કે,

આગામી શ્રીગણેશ ઉત્‍સવ-૨૦૧૮માં ભાવિક શ્રીગણેશ ભક્‍તો ફકત માટીની મૂર્તિની જ સ્‍થાપના કરે અને વિસર્જન કરે તેવા ઉમદા હેતુથી લોકોમાં જનજાગૃતિ લાવવા માટેના અભિયાનને વેગવંતુ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્‍સવ સમિતિ અને સરકારી તંત્રોના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત ‘‘શ્રીગણેશજીની મૂર્તિ માટીની સ્‍થાપના અભિયાન'' અંતર્ગત તારીખઃ૨૯મી જુલાઇના રવિવારે સવારે ૯.૦૦ કલાકે ભાગળ ચાર રસ્‍તાથી ચોકબજાર સ્‍થિત મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા સુધી રેલીનું આયોજન કર્યુ હતું.

જેમાં માનનીય મેયરશ્રી, માન. ધારાસભ્‍યોશ્રીઓ, માન.સુરત કલેકટરશ્રી, માન.પોલીસ કમિશ્‍નરશ્રી, G.P.C.B.-સુરત, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્‍થાન (કુટીર ઉદ્યોગ વિભાગ,ગાંધીનગર), સુરતની ધાર્મિક સંસ્‍થાઓના આગેવાનો, સુરત શહેરના સંતોશ્રીઓ-મહંતોશ્રીઓ, N.G.O.ઓના પ્રતિનિધિશ્રીઓ, સમાજના આગેવાન શ્રેષ્‍ઠીઓ, શ્રી ગણેશ યુવક મંડળો, વિદ્યાર્થી મિત્રો, તથા અન્‍ય વિવિધ લોકોએ હાજર રહી, રેલીને સફળ બનાવવા અધ્‍યક્ષ શ્રી અનિલભાઇ બિસ્‍કીટવાલાના અહેવાલ સાથે શ્રી દિપક મકવાણાની યાદી જણાવે છે.

(9:16 am IST)