Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વડતાલમાં ભવ્‍ય ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ સંપન્નઃ લાખોની મેદની ઉમટી પડી

વડતાલઃ સ્‍વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે આજરોજ અષાઢ-સુદ-પૂનમ વ્‍યાસપૂર્ણિમાની ઉજવણી ભવ્‍યતાથી કરવામાં આવી છે.

જયાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણ સ્‍વયં પ્રગટ બિરાજમાન છે તે હરિકૃષ્‍ણ મહારાજનું પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂજન કરીને સંતો ભક્‍તો માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રતિનિધિ સ્‍વરૂપે શ્રી પંકજભાઇ દેસાઇ (મુખ્‍ય દંડકશ્રી)એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્‍વામી પૂર્વ કોઠારીશ્રી ધર્મપ્રિયદાસજી સ્‍વામી (બાપુ સ્‍વામી), પૂ.શ્રીમાધવપ્રિયદાસજી સ્‍વામી-છારોકી, પૂ.શ્રી દેવનંદનદાસજી સ્‍વામી-જૂનાગઢ, પૂ.શ્રી ભાનુપ્રકાશદાસજી સ્‍વામી-ગઢડા, પૂ.ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્‍વામી એવં પૂ.મુખ્‍યકોઠારીશ્રી ઘનશ્‍યામપ્રકાશદાસજી સ્‍વામી વગેરે સંતો-મહંતોએ વડતાલ ટ્રસ્‍ટી બોર્ડ દ્વારા  થઇ રહેલા વિકાસ કાર્યોની પ્રસંશા કરીને ભક્‍તોને શુભાશિષ પ્રાપ્ત આપ્‍યા હતા.

અંતમાં વડતાલ-ગઢડા-જૂનાગઢ-ધોલેરાના સંતો-મહંતોએ ગાદિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કર્યુ હતું. ત્‍યારબાદ વડતાલ-વલેટવા-નરસંડા-મહેળાવ-સુરત-વડોદરા વગેરે શહેર-ગામડાઓના ભક્‍તોએ સાજદમાં ગાદિપતિનું પૂજન કર્યુ હતું. આજ રોજ વડતાલમાં નિઃશુલ્‍ક હોસ્‍પિટલનો વાર્ષિક અહેવાલ પણ રજુ કરવામાં આવ્‍યો હતો. સમગ્ર સત્તા વ્‍યવસ્‍થા આ.કો.ડો.સંતવલ્લભ સ્‍વામી, શ્રી શ્‍યામવલ્લભ સ્‍વામી એવું શ્રી મુનિવલ્લભ સ્‍વામીએ સંભાળી હતી. આ પ્રસંગે મુખ્‍ય યજમાનશ્રી ઘનશ્‍યામભાઇનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને આગામી કાર્તિકી સમૈયાના યજમાનશ્રી પંકજભાઇ જી.પટેલની જાહેરાત કરવામાં આવી હતી.

(9:16 am IST)