Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વલસાડના નંદીગ્રામના છેવાડે આવેલા કાજલ ફાર્મમાં દારૂની મહેફીલ માણતા ૩૦ શખ્સોની ધરપકડઃ વેપારીઓ પણ ઝપટે ચડ્યા

વલસાડઃ વલસાડ નજીક એક ફાર્મ હાઉસમાં યોજાએલી વિદેશી શરાબની મહેફીલ પર દરોડો પાડતા ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે નંદીગ્રામના છેવાડે આવેલ કાજલ ફાર્મમાં મોટા પાસે શરાબની મહેફીલ જામી છે.

બાતમી મળતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં પોલીસે ફાર્મહાઉસને ચારેબાજુથી કોર્ડન કર્યા બાદ દરોડાની કાર્યવાહી શરી કરી હતી. આ મહેફીલને અનેક નામી ચહેરાઓ પણ જોવા મળ્યા. જેમાં શહેરના નામાંકિત બિલ્ડરો, રાજકારણીઓ, વેપારીઓ ઉપરાંત વલસાડના એત કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે. પોલીસે 30થી વધુ લોકોની અટક કરી વિદેશી શરાબ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફાર્મહાઉસ રણછોડ મીર ઉર્ફે રણછોડ ભરવાડ નામક વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું છે. જ્યાં કાપરી ગામના સરપંચ દિપેન પટેલના જન્મદિન નિમિત્તે પાર્ટી યોજવામાં આવી હતી. પોલીસે તમામ વિરૂ્દ્ધ ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરતમાં પોલીસે ફાર્મ હાઉસમાં રેડ પાડી મહિલા સહિત 12 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા, તે પહેલા સુરતના હજીરા ઓનજીસી પાસે મોડી સાંજે રેડ પાડી 5 નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા. અમદાવાદમાં પણ કેશવબાગ પાસે મયુર ફ્લેટમાં 5 યુવકોને દારૂની મહેફીલ માણતા ઝડપ્યા હતા. રાજ્યમાં દારૂની બદી દુર કરવા કડક કાયદા હોવા છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈ પોલીસની કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહે છે.

(6:26 pm IST)