Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ભરૂચ ટોલનાકે કર્મચારી અને ટ્રક ચાલક વચ્‍ચે બબાલઃ ટોલનાકાના કર્મચારીને ટ્રક ચાલકે માર મારીને ટ્રકની બહાર લટકાવી ૭ કિલોમીટર સુધી ટ્રક દોડાવ્યો

ભરૂચઃ ભરૂચના ટોલ નાકા નજીક ટોલ કર્મચારી અને ટ્રક ચાલક વચ્ચે બબાલ થઈ. સામાન્ય બોલાચાલી બાદ શરૂ થયેલો વિખવાદ વકર્યો. અને ટ્રક ચાલકે ટોલ કર્મચારીને લાકડી અને લોખંડની પાઈપ વડે ફટકાર્યો. આ મારામારીમાં ટોલ કર્મચારીના કપડા પણ ફાટી ગયા. ટ્રક ચાલક આટલેથી જ ન અટક્યો. તેની દાદાગીરી યથાવત્ રહી. અને ટોલ કર્મચારીને ટ્રકની બહાર લટકાવીને 7 કિલોમીટર સુધી ટ્રક દોડાવી. ટ્રકને ફિલ્મી ઢબે રોકીને સામાજીક કાર્યકરોઅે ટોલ કર્મચારીનો જીવ બચાવ્યો હતો. ટ્રકની બહાર લટકી રહેલા કર્મચારી પર જીવનો ખતરો હતો.

(6:28 pm IST)