Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ગુજરાત એટીએસના ડીજી એ,કે,સુરેલીયા નિવૃત : જે,આર,મોથલિયાને ચાર્જ સોંપાયો

અમદાવાદ ટ્રાફિકના જોઇન્ટ સીપી જેઆર મોથલિયાને ડીજીનોવધારાનો હવાલો

ગાંધીનગર: ગુજરાત ATSના ડીજી એકે સુરોલિયા ગઇકાલે વય મર્યાદાને કારણે નિવૃત થયા છે.તેમની જગ્યાનો વધારાનો હવાલો અમદાવાદ ટ્રાફિકના જોઇન્ટ સીપી જેઆર મોથલિયાને ડીજીનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

 ગુજરાત ATSના ડીજી એકે સુરોલિયા 35 વર્ષની ભવ્ય કારકિર્દી બાદ ગઇકાલે 30 મેના રોજ નિવૃત થયા છે. ગુજરાત એટીએસમાં ડીજી ઉપરાંત આઇજીની પણ જગ્યા છેલ્લા કેટલાય વર્ષોથી ચાર્જમાં ચાલી રહી છે. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર જેકે ભટ્ટને એટીએસના ડીજીનો ચાર્જ સોપવામાં આવ્યો હતો. જેકે ભટ્ટ ગયા જાન્યુઆરી મહિનામાં નિવૃત થયા બાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપીનો વધારાનો હવાલો અમદાવાદ ટ્રાફિકના ડીસીપી જીઆર મોથલિયાને સોપવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમદાવાદ એટીએસના આઇજીનો ચાર્જ પણ તેમને જ સોપવામાં આવ્યો હતો. હવે જ્યારે એટીએસના ડીજી એકે સુરોલિયા નિવૃત થતા જેઆર મોથલિયાને ડીજીનો પણ વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.

  અધિકારીઓમાં ચાલતી ચર્ચા મુજબ એટીએસના ડીજીનો ચાર્જ ડીઆઇજી હિમાંશુ શુકલાને સોપવાના હતા પણ આઇજીનો ચાર્જ જીઆર મોથલિયા પાસે હોવાથી તેમને ડીજીનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ATSના ડીઆઇજી હિમાંશુ શુકલા 2005 બેન્ચના આઇપીએસ છે. તેમણે આવતા વર્ષે 2021માં આઇજીમાં બઢતી મળવાની સંભાવના છે, તેના પછી એટીએસના ડીજીનો ચાર્જ પણ તેમને સોપવામાં આવે તેવી અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે.

(8:20 pm IST)