Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

હાઈકોર્ટમાં અરજન્ટ કેસમાં જ વકીલો અરજી કરી શકશે

કેસોના પ્રકારના પ્રમાણે ફાઈલિંગ કરવાનું રહેશે : ૩૧મી મેના રોજથી રજીસ્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા કોર્ટના પરિપત્રનો અમલ કરવામાં આવશે

અમદાવાદ,તા.૩૦ : ગુજરાત હાઈકોર્ટમાં આજે વિવિધ કેસો માટે અલગ અલગ ઇમેલ જાહેર કર્યા છે. જેના પર માત્ર ૨૪મી માર્ચ ૨૦૨૦ બાદના અજરન્ટના કેસોના પ્રકારના પ્રમાણે એડવોકેટોએ ફાઈલિંગ કરવાનું રહેશે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટર જનરલ આરકે દેસાઈએ બહાર પાડેલ પરિપત્ર મુજબ ૩૧મી મે ૨૦૨૦થી એડવોકેટો માટે બહાર પાડેલ પરિપત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સેકડોની સંખ્યામાં કેસો આવે છે. એક એક કેસો ઇમેલ પર મોકલવામાં આવે છે. જેના લીધે તેને ડાઉનલોડ કરવાથી અન્ય કામગીરી માટે ભારે મુશ્કેલી પડે છે. પરિસ્થિતિના નિવારણ માટે હવે પછી એડવોકેટોએ તેમના રજીસ્ટર કરેલ ઈમેલ અને તેના કોડનંબર સાથે કેસના પ્રકાર મુજબ ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલ વિવિધ ઈમેલ એડ્રેસ ઉપર મોકલવાના રહેશે.

         તેઓએ સિગ્નલ પીડીએફ ફાઈલમાં બધા ડોક્યુમેન્ટ જેવા કે અરજન્ટ નોટ, ઈડેક્સ, પીટીશન, એફઆઈઆર, વકીલાતનામા વગેરે એક ફાઈલમાં મુકવાનું રહેશે. અનેક પીડીએફ ફાઈલમાં મુકેલ કેસને માન્ય રખાશે નહીં. ફાઈલ ગુગલ ડાઈવ દ્વારા કે અન્ય સ્ટોરેજ દ્વારા મોકલેલ  ડાઉનલોડ કરવામાં આવશે નહીં. એકથી વધુ મોકલેલ ઈમેલ એડ્રેસ ચલાવવામાં આવશે નહીં. વિષય વગરનો ઇમેલ પણ ચલાવાશે નહીં. વિષય મુજબ યોગ્ય ઈમેલ એડ્રેસ પર પીડિશન ફાઈલ કરવાની રહેશે. રજીસ્ટ્રીટ દ્વારા જે પણ રિપ્લાય આપવામાં આવ્યો હતો. તેનો રિપ્લાય ઓપરેશન દ્વારા મોકલવાનો રહેશે.

           તેમા નવો ઈમેલ નહીં ચાલેહાઈકોર્ટમાં સેંકડોની સંખ્યામાં આવતા કેસો અંગે એક ઇમેલ એડ્રેસથી પડતી મુશ્કેલીઓ અંગે સરકારી વકીલ સહિત વહીવટી વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જેમાં તેઓ સહમત થયા હતા. તે અરજદારે સરકારી વકીલને સોફ્ટ કોપી મોકલવાની જરૂર નથી. એડવોકેટોને નવા પરિપત્ર મુજબ કોઈ મુશ્કેલી પડે તો રજિસ્ટરી દ્વારા એડવોકેટોની મદદ માટે પીટિશન ફાઈલ કરવા માટે હેલ્પ લાઈન રાખવામાં આવશે. અગાઉ ૨૨મી માર્ચે પડેલ પરિપત્ર ચાલુ રહેશેહવે અલગ અલગ કેટેગરી માટે અલગ ઇમેલ પર ફાઈલ થશે. અંગેની સોફ્ટ કોપીમાંથી પ્રિન્ટ કાઠી તેને રજિસ્ટર કરી રોજ જજને મોકલવામાં આવશે અને તેને સેનિટાઇઝર પણ કરવામાં આવશે.

(9:46 pm IST)