Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

સુરેન્દ્રનગરમાં આસમાનથી આગ વરસી : પારો ૪૪.૮

ભીષણ ગરમીના કારણે યલો એલર્ટ જાહેર : અમદાવાદમાં પારો આંશિક રીતે ઘટ્યો હોવા છતાંય હજુ લોકો બેહાલ : ગરમીથી જનજીવન ઉપર પ્રતિકુળ અસર

અમદાવાદ,તા.૩૧ :ગુજરાતના સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. બીન જરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ લોકોને તંત્ર દ્વારા આપવામાં આવી છે. બીજી બાજુ ગુરુવારની સરખામણીમાં આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં પારો આંશિક રીતે ઘટ્યો હતો. પરંતુ પારો હજુ પણ ૪૩થી ઉપર રહ્યો છે. હીટ વેવ માટેની કોઈ ચેતાવણી તંત્ર તરફથી જારી કરવામાં ન આવતા લોકોનો આંશિક રીતે રાહત થઈ છે પરંતુ લોકો સાવચેત બનેલા છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળનાર નથી. પરંતુ ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન હથાવત રહેશે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૩.૨, ગાંધીનગરમાં ૪૩.૫, રાજકોટમાં ૪૩.૭નો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૪.૮ સુધી પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૨ રહી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૩૧ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જોરદારરીતે વધી રહ્યું છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૪૩.૨

ડિસા............................................................ ૪૧.૨

ગાંધીનગર................................................... ૪૩.૫

વીવીનગર.................................................... ૪૨.૧

વડોદરા........................................................... ૪૨

સુરત........................................................... ૩૪.૨

વલસાડ............................................................... -

અમરેલી.............................................................. -

ભાવનગર..................................................... ૩૯.૯

રાજકોટ........................................................ ૪૩.૭

સુરેન્દ્રનગર................................................... ૪૪.૮

ભુજ............................................................. ૩૯.૪

કંડલા એરપોર્ટ............................................... ૪૦.૮

(8:08 pm IST)