Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

બોરસદ તાલુકાના બોચાસણ નજીક રાત્રીના સુમારે ઉછીના પૈસાની બાબતે એક શખ્સને માથામાં લોખંડના પાઇપથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

બોરસદ: તાલુકાના બોચાસણ નજીક ગઈકાલે રાત્રીના સુમારે ઉછીના પૈસાની તકરારમાં બે ભાઈઓએ એકને માર માર્યો હતો. માથામાં લોખંડની પાઈપ ફટાકારી દેતાં તેને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહંમદ મોસીન સીરાજઉદ્દીન મલેક બોરસદ ખાતે રહેતા મહંમદસજાદ ઉજાજઉદ્દીન મલેક પાસે ૨૦ હજાર રૂપિયા માંગે છે. જ્યારે તેણે મહંમદસજાદના ભાઈ મહંમદઅકરમ પાસેથી ત્રણ હજાર રૂપિયા ઉછીના લીઘા છે. ગઈકાલે તે મિત્રો સાથે ખંભાત ગયો હતો અને ત્યાંથી પરત ફરતા રાત્રીના નવેક વાગ્યાના સુમારે મહંમદઅકરમ અને તેનો ભાઈ મહંમદસજાદ બાઈક પર આવી ચઢ્યા હતા અને તેમને ઉભા રાખીને પૈસાની માંગણી કરી હતી જેથી મોસીને હું ૨૦ હજાર માંગુ છુ તેમ કહેતા જ ઉશ્કેરાઈ ગયેલા મહંમદઅકરમે પોતાની પાસેની લોખંડની પાઈપ માથામાં ફટકારી દીધી હતી જ્યારે સજાદે ધક્કો મારીને પાડી દીધો હતો. બીકનો માર્યો મોસીન નજીકમાં આવેલી હોટલમાં છુપાઈ ગયો હતો. 

(5:53 pm IST)