Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

નડિયાદમાં ટાયરના શો રૂમમાં 170 ટાયરની ચોરી કરનાર પિતા-પુત્રને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: શહેરમાં આવેલ ટાયરના શોરૂમમાંથી ૧૭૦ ટાયર ચોરી કરનાર અમદાવાદના તસ્કરને નડિયાદ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે તેના પિતાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યાં છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ-પીજ રોડ પર પિતાંજલિ ચોકડી પાસે શ્રી હરિ ટાયર્સનો શોરૂમ આવેલો છે. ગત તા.૨૩-૭-૧૭ ના રોજ આ શોરૂમમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. અને અંદર પ્રવેશ કરી ૧૭૦ ટાયર કિંમત રૂ.૪,૪૧,૩૦૦ ના ચોરી કરી ભાગી ગયાં હતાં. આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસમાં વિરાજભાઈ નગીનભાઈ પટેલે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં આ તસ્કરી કરનાર પિતા-પુત્ર પકડાઈ ગયાં હતાં. પોલીસે અમદાવાદના કણભા ધર્મનંદન સોસાયટીમાં રહેતાં સંજય રમણભાઈ ઉર્ફે રામજીભાઈ પંચાલ અને તેના પિતા રમણભાઈ કરસનભાઈ પંચાલની ધરપકડ કરી હતી. અને તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજૂ કરી હતી. 

(5:49 pm IST)