Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવના ટાપુ સુધી પહોંચ્યું : ત્રણ-ચાર દિવસમાં કેરળ સુધી પહોંચે તેવી સંભાવનાઃ કેરળમાં મોનસુન સેટ થયા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રિ-મોનસુન વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ માલદીવના ટાપુ સુધી પહોંચી ગયું છે જેના લીધે આંદામાનના દરીયામાં દક્ષિણ પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી મુવમેન્ટ જોવા વળી રહી છેઃ ચોમાસુ ત્રણ-ચાર દિવસમાં કેરળ પહોંચે તેવા હાલના અનુમાનો જોવા મળી રહયા  છેઃ કેરળમાં મોનસુન સેટ થયા બાદ સૌરાષ્ટ્રમાં પ્રી-મોનસુન વરસાદ શરૂ થશેઃ હાલમાં તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ગરમીનો પારો ૪૦ થી ૪૪ ડીગ્રી આસપાસ ગરમી જોવા મળશેઃ પવન બદલાશે ત્યારબાદ બફારો વધશેઃ બપોરે ૩ વાગ્યે રાજકોટમાં ૪૧.૪ ડીગ્રી તાપમાન સાથે ૨૦ કિલોમીટરની ઝડપે ફુંકાય રહયા છે

(3:16 pm IST)