Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સુરતના કતારગામમાં બાઈક પર જઈ રહેલ વૃદ્ધ કારખાનેદારને હાથમાંથી 8.50 લાખ ભરેલ બેગ તફડાવી ફરાર થયેલ ત્રણ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડયા

સુરત. : બેંકમાંથી પૈસા ઉપાડી બાઈક પર ઘરે જતા વૃદ્ધ કારખાનેદાર પાસેથી રૂ.8.50 લાખ ભરેલી થેલી ઝુંટવી ફરાર ત્રણ પૈકી અમરેલીના લીલીયા મોટાના લબરમૂછિયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ કારખાનેદાર પાસેથી રૂપિયા ભરેલી થેલી આંચકનાર લબરમુછિયાને પણ સાથી કિશન પકડાતા તે વતન અમરેલી ભાગી છૂટે તે પહેલા રોકડા રૂ.50 હજાર સાથે ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે બેંકમાંથી પૈસા ઉપાડી બાઈક પર ઘરે જતા વૃદ્ધ કારખાનેદાર પાસેથી રૂ.8.50 લાખ ભરેલી થેલી ઝુંટવી ફરાર ત્રણ પૈકી અમરેલીના લીલીયા મોટાના લબરમૂછિયા કિશન ઉર્ફે કાલુ ભનુભાઈ રૂદાતલાને ઝડપી પાડી લૂંટમાં વપરાયેલી બાઈક, રોકડા રૂ.37 હજાર સહિત કુલ રૂ.1.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કિશનની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે લૂંટની યોજના રીઢા આરોપી એવા મિત્ર લખમણ ઉર્ફે મુન્નાભાઈ મેલાભાઇ ભરવાડે બનાવતા તે ગત 7 મી એ જ વતનથી સુરત આવ્યો હતો અને બનાવના દિવસે તે, લખમણ અને મહેશ ઉર્ફે મયલો વરુ ( ભરવાડ ) બાઈક ઉપર પહેલા કિરણ હોસ્પિટલ પાસેની એચડીએફસી બેંકમાં ગયા હતા. ત્યાં લખમણે કરમશીભાઈને પૈસા ઉપાડતા જોઈ બાઈક ચલાવી તેમનો પીછો કર્યો હતો અને કિશનની પાછળ છેલ્લે બેસેલા મહેશે કરમશીભાઈએ પેટ્રોલની ટાંકી ઉપર મુકેલી પૈસા ભરેલી થેલી ઝુંટવી હતી.

(6:07 pm IST)