Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

વડોદરા : કારેલી બાગની શાનેન પ્રાથમિક શાળા સામે સહી-સિક્કા વગરનું પરિણામ આપવા અંગે વાલીઓની જિલ્‍લા શિક્ષણાધિકારીને ફરીયાદ: વાલીઓની રજુઆત શાળા સંચાલકોએ ન સાંભળતા વાલીઓ દ્વારા ફરીયાદ

વડોદરા: અહીંની કારેલી લાશ બાગ ખાતે આવેલ શાનેન પ્રાથમિક શાળા સામે સહી સિક્કા વગરના પરિણામ આપવા અંગે વાલીઓએ જિલ્‍લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરી છે. વાલીઓઅે આ અંગે રજુઆત શાળા સંચાલકોને કરી હતી જે શાળા સંચાલકોઅે ન સાંભળતા વાલીઓ દ્વારા આ ફરીયાદ કરાઇ હતી.

રાજ્ય સરકારના ફી નિયમન કાયદા બાદ લાગે છે કે શાળા સંચાલકો પાડા ના વાંકે પખાલી ને ડામ આપી રહી હોય અને ગુજરાત સરકાર મુક પ્રેક્ષક બની તમાશો નિહાળી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.

આજે વધુ એક વાર શાળાની મનમાનીનો કિસ્સો બહાર આવ્યો છે જેની ફરિયાદ જીલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગ સ્થિત શાનેન પ્રાથમિક શાળા ખાતે આજ રોજ પરિણામ આપવામાં આવ્યા હતા જેમાં પ્રિન્સીપાલના કે શાળા તરફથી પ્રમાણભૂત સહી સિક્કા મારેલા હતા આવા પરિણામો સ્વાભાવિક રીતે પ્રમાણભૂત માનવામાં આવતા નથી જે અંગે વાલીઓએ શાળા સંચાલકો ને રજૂઆત કરી હતી તેમ છતાં તેઓએ ધ્યાન આપતા અંતે વાલીઓએ આજે જીલ્લા શિક્ષણાધિકારી ને ફરિયાદ કરી હતી.

(1:05 am IST)