Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સરકારી નોકરી કરનારા શિક્ષકો ટયુશન ચલાવતા અમદાવાદમાં અેજયુકેશન ગૃપ દ્વારા કલેકટરને આવેદન

અમદાવાદઃ સરકારી નોકરી કરતા  શિક્ષકો ટ્યુશન ચલાવીને તગડી ફી વસુલતા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

એજ્યુકેશન ગ્રુપના સભ્યોએ રજૂઆત કરી છે કે કેટલાક શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા છે અને સરકાર તેમના વિરૂદ્ધ કોઇ જ કાર્યવાહી કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ શાળાના શિક્ષકો તરફથી મુકવામાં આવતા હોય છે. આથી વિદ્યાર્થીઓ માટે શિક્ષકોના ટ્યુશન રાખવા ફરજીયાત બની જતા હોય છે ત્યારે સરકારી શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશનની પ્રવૃતિ બંધ થાય તે માટે કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે. કલેકટરે આ મામલે હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

(8:07 pm IST)