Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સેલવાસના અથાલમાં નશામાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી

સેલવાસ:ના અથાલ ગામે ગઈકાલે બપોરે દારૃની મહેફીલ માણ્યા બાદ નશામાં ધૂત મિત્રએ જ મિત્રને માથાના ભાગે દારૃની બોટલ મારી ભાન ભૂલી બિલ્ડીંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા મિત્રનું મોત થયું હતું.

સેલવાસના અથાલ ગામે પ્લોટ ફળિયામાં કેતન રાઠોડની બિલ્ડીંગના બીજા માળે રહેતા મહેન્દ્ર ભાસ્કર નાયક (ઉ.વ.૪૨) અને તેનો મિત્ર શશી રંજનકુમાર ગઈકાલે બપોરે રૃમમાં દારૃની મહેફીલ માણી રહ્યા હતા. થોડા સમય બાદ નશામાં ધૂત બનેલા શશીએ મિત્ર મહેન્દ્ર નાયક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાઈ જઈ મહેન્દ્રના માથાના ભાગે દારૃની બોટલ મારી દીધી હતી. અને બાદમાં નશામાં ભાન ભૂલેલા શશીએ મહેન્દ્રને બિલ્ડીંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઘટના બાદ શશી ભાગી ગયો હતો. જો કે નજીકમાં આવેલી દુકાનના માલિક તથા અન્ય લોકોએ તાત્ત્કાલિક દોડી જઈ મહેન્દ્રને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, કમનસીબે મહેન્દ્રનું મોત થયું હતું. બનાવ અંગે સેલવાસ પોલીસે શશી વિરૃદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની રાત્રે અટક કરી હતી.
આરોપી અગાઉ દમણની કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા એક મહિનાથી તેણે નોકરી છોડી દીધી હતી. બે દિવસ અગાઉ શશીએ દારૃના નશામાં ધૂત બની અન્ય મિત્રને માર માર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
 

(5:53 pm IST)