Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદના મેયર ગૌતમ શાહની બીઆરટીએસ બસમાં સવારી : કાર ફ્રી ડે મનાવ્યો

પદગ્રહણ કર્યા બાદ મહિનામાં એકવાર જાહેર પરિવહન સેવાનો દિવસભર ઉપયોગ કરવાનો કર્યો પ્રયોગ

 

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા વાહનો અને સર્જાતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે અમદાવાદના મેયર ગૌતમ શાહે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો થાય અને જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા કાર ફ્રી ડે મનાવ્યો હતો ઉજવણીમાં તેઓએ પોતાની સરકારી કારનો ઉપયોગ કરીને પગપાળા પ્રવાસ કર્યો અને બીઆરટીએસમાં મુસાફરી કરી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે 015ના ડિસેમ્બરમાં મેયર પદ ગ્રહણ કર્યા બાદ ગૌતમ શાહે સૌ પ્રથમ પ્રયોગ હાથ ધર્યો હતો કે મહિનામાં એકવાર જાહેર પરિવહન સેવાનો દિવસભર ઉપયોગ કરવાનો. અંતર્ગત તેઓ સમગ્ર એક દિવસ પોતાની સરકારી કારનો ઉપયોગ ટાળે છે અને પગપાળા, રીક્ષામાં અથવા તો એએમટીએસ કે બીઆરટીએસમાં મુસાફરી કરી છે.

   આજે તેઓ રખિયાલ ચાર રસ્તા ખાતે આવેલી મ્યુનિસિપલ ઉર્દુ શાળામાં સ્વચ્છતાના વિષય ઉપર યોજાયેલા સેમિનારમાં હાજરી આપવા તેઓ પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા નિકળ્યા. પોતાના સુરક્ષાકર્મી સાથે પગપાળા નિકળીને તેઓ લો ગાર્ડન ખાતે આવેલા બીઆરટીએસ સ્ટેશને પહોંચ્યા અને બસની રખિયાલ સુધીની ટિકીટ પણ લીધી. તેમણે રખિયાલ તરફની બસ આવવામાં સમય હોવાથી સામાન્ય નાગરીકની જેમ બેન્ચ પર બેસીને બસની રાહ જોઇ. આખરે બસ આવતા તેઓએ બીઆરટીએસ બસમાં અન્ય મુસાફરોની સાથે પોતાનો પ્રવાસ શરૂ કર્યો. આખરે તેઓ રખિયાલ મ્યુનિસિપલ ઉર્દુશાળા ખાતે પહોંચ્યા અને શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા મેયર ગૌતમ શાહ આવી રીતે અત્યાર સુધી 15 વાર જાહેર પરીવહન સેવાનો ઉપોયગ કરીને લોકોને જાગૃત કરતા રહ્યા છે.

(12:52 am IST)