Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વડોદરાના છાણીમાં ત્રણ તાંત્રિકોએ મોતની બીક બતાવી દંપતીને 10,80 લાખનો ચૂનો લગાડ્યો :બે ઝડપાયા ;એકની શોધખોળ

વિધિ કરવા માટે ઉછીના લઈને છ લાખ રોકડા અને 17 તોલા સોનાના દાગીના પેટીમાં મુક્યા:,, ..પેટીમાંથી પારલેના બિસ્કિટ નીકળ્યા

 

વડોદરા :વડોદરાના છાણી વિસ્તારમાં ત્રણ તાંત્રીકોએ ભેગા મળી મોતની બીક બતાડી દંપત્તિને 10.80 લાખનો ચૂનો લગાડી ફરાર થઇ જતા ઘટનાની જાણ પોલીસને કરતા બે ધુતારાની ધરપકડ કરી લેવાઈ છે જયારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે વિધિ કરવા માટે ઉછીના લઈને મુકેલા રૂપિયા અને સોનાના દાગીના તાંત્રિકોના કહેવા પ્રમાણે વિધીમાં મૂક્યા અને છેતરાતા સમગ્ર મામલો છાણી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પોલીસે બે બનાવટી તાંત્રીકોની ધરપકડ કરી છે.

   અંગેની વિગત મુજબ વડોદરાના છાણી વિસ્તારમાં ગીરીશચંદ્ર રૂપનારાયણ પાસવાન (34) તેમની પત્ની સાથે રહે છે.ઘરમાં નાની મોટી તકલીફો થતા તેમનો સંપર્ક મોડાસાના મિલનકુમાર અશરફભાઇ ઉર્ફે અશોકભાઇ ગુલાભાઇ કવિ (મીર), નગીન ચંદાભાઇ પરમાર(રહે. ખેડા ડોડીયા ગામ) અને મોડાસાનો પંડીત જુમ્માખાન સુલખાન પઠાણનાઓ ગત વર્ષ ઓક્ટોબર 2017માં ગીરીશચંદ્રના ઘરે આવ્યાં હતા જ્યાં તેમણે દંપતિને કહ્યું તમને સુખ શાંતિ મળશે ત્યારે પાણી પીશુ ત્યાં સુધી પાણી નહીં પીએ એમ કહેતા દંપત્તિને વિશ્વાસમાં લઇ લીધા હતા.ત્યારબાદ ઘરમાંથી પાણી મંગાવી નારિયળ ઉપર છાંટી નારિયળ સળગાવી ચમત્કાર બતાવી કહ્યું ગંભીર મામલો છે,તમારા ઘરમાં એક નહીં પરંતુ ત્રણ-ત્રણ ભૈરવનો વાસ છે અને ચોકી બાંધીને બેઠા છે, જે ચોકીઓ તોડી ભૈરવને કાબૂમાં લેવા પડશે. સારૂ થયું તમે અમને બોલાવી લીધા નહીં તો અઠવાડીયામાં તમારા બન્ને અથવા આવનાર બાળકની મોત નિશ્ચિત હતી.તેજ સમયગાળામાં ગીરીશચંદ્રની પત્નીનો બે માસનો ગર્ભ અચાનક તૂટી પડતા દંપત્તિ વધારે ગભરાયું.

  તાંત્રીકોએ કહ્યું આમાથી મુક્તિ મેળવવા માટે વિધી કરવી પડશે, તેનો ખર્ચ 15000 થશે,જેથી દંપતિએ રૂપિયા કાઢીને આપી દીધી,જ્યાં થોડાક સમયમાં ફોન આવ્યો કે વિધી માટે સામગ્રી ખરીદવા જતા પોલીસે પકડી લીધા છે.જેથી છોડાવવા માટે 30 હજાર આપવા પડશે અને ત્યારબાદ વિધીની સામગ્રી ખરીદવા માટે ફરી 1.80 માંગ્યા જેથી દંપત્તિએ રૂપિયા પણ આપ્યા, અને સામગ્રી ઘરે પણ આવી, જોકે, સામગ્રીમાં એક કાચની બોટલ હતી, જે પોટલી ખોલતા બોટલ તૂટેલી જોવા મળતા, તાંત્રીકે કહ્યું જોયું ભૈરવ વિધીમાં ખનન ઉભુ કરી રહ્યાં છે. જેથી હવે ફરીથી સમગ્રી ખરીદવી પડશે, જેનો ખર્ચ 1.50 લાખ થશે અને ભૈરવને કાબૂમાં લેવા માટે વિધીમાં લક્ષ્મીજીની હાજરી જરૂરી છે, જેથી 6 લાખ રોકડા પણ જોઇશે, જોકે, દંપત્તિ પાસે આટલી મોટી રકમની સગવડ હોવાથી, રૂપિયા જ્યારે આવી જાય ત્યારે જાણ કરજો વિધી કરવા માટે આવી જઇશુ.

    થોડા સમય બાદ ઉછીના રૂપિયા લાવી દંપત્તિએ તાંત્રીકોનો સંપર્ક કર્યો, જેથી ઉપરોક્ત ત્રણે ઠગબાજો વિધી કરવા માટે દંપત્તિના ઘરે આવ્યાં જ્યાં એક રૂમમાં પેટીમાં રોકડ રકમ 6 લાખ તથા 17 તોલા સોનાના દાગીના પેટીમાં બંધ કરી તાંત્રીકોએ વિધી શરૂ કરી અને થોડા સમય બાદ દંપત્તિને રૂમની બહાર નીકળી  જવા જણાવ્યું. જોકે, સંધ્યાકાળ થતા તાંત્રીકો પણ રૂમની બહાર આવ્યાં અને કહ્યું કે સાંજ થઇ ગઇ છે, આગળની વિધી સ્મશાનમાં કરવી પડશે, અમને આદેશ મળશે એટલે તેમને જાણ કરીશુ ત્યારેજ તમે પેટી ખોલજો નહીં તો જે રીતે નારીયળ સળગી ગયુ હતુ તેજ રીતે પેટીમાં પડેલા દાગીના અને રૂપિયા પણ સળગી જશે. મોડી રાત સુધી તાંત્રીકોનો કોઇ આદેશ આવતા આખરે દંપત્તિએ તેમને ફોન કર્યો ત્યારે તાંત્રીકોએ કહ્યું વધુ. 6 લાખ આપવા પડશે તોજ પેટી ખુલશે અને તે રૂપિયા પણ અમારે નથી લેવાના તમને પરત મળી જશે, જોકે ઉછીના લાવેલા રૂપિયાની ઉઘરાણી શરૂ થતા દંપતિએ હિમ્મત કરી પેટી ખોલી નાખી અને જોયુ તો તેમાથી રૂપિયા નહીં પણ પારલે-જીના બિસ્કીટના પેકેટ મળી આવ્યાં હતા સમગ્ર મામલે છાણી પોલીસે છેતરપીંડીનો ગૂનો નોંધી બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે પંડીત જુમ્માખાન સુલખાન પઠાણની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(12:45 am IST)