Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદમાં આર્થિક તંગીથી કંટાળી પિતાએ જ પુત્ર-પુત્રીની હત્યાનો કર્યો પ્રયાસ :હૈયું હચમાવતી ઘટના :બંને બાળકો સારવારમાં

અમદાવાદ ;અમદાવામાં આર્થિક તંગીને કારણે પિતાએ જ પુત્ર-પુત્રીની હત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે હૈયું હચમચાવતી આ ઘટના શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાશગંગા ફ્લેટની છે જેમાં રહેતા એક પિતાએ પોતાના સંતાનોને મોતને ઘાટ ઉતારવા કરેલ પ્રયાસની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. આર્થિક તંગીથી કંટાળી ગયેલા પિતાએ પોતાના પુત્ર અને પુત્રીને ગળેટુંપો આપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પુત્ર-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(1:07 am IST)