Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદમાં હુક્કાબાર ઝડપાયુઃ ૧૧ હુક્કા અને તમાકુવાળી ફલેવર્સ સાથે ધરપકડ

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસે દરોડો પાડીને હુક્કાબાર ઝડપી  પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલા લકી ટી સ્ટોલની સામે આવેલા કાપડિયા એસ્ટેટ બિલ્ડીંગમાં બીજા માળે હુક્કાબાર ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરીને કારંજ પોલીસે આરોપી મહોમદ સહલની ધરપકડ કરી હતી.

આરોપી મહોમદ સહલે ૧૫ થી ૨૦ દિવસ પહેલા આવી અજાણી અને જૂના જમાનાના કોમર્શિયલ બિલ્ડીંગમાં હુક્કાબાર ચાલુ કર્યુ હતું. એક હુક્કાના ૫૦૦ રૂપિયા વસુલાતા હતા. આરોપી પોતે સંચાલકની સાથે સાથે મેનેજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન આરોપીની ધરપકડ કરી અને રેડ દરમિયાન સાતથી આઠ લોકો હુક્કા પીતા પણ મળી આવ્યા હતા આ કેસમાં પોલીસે ૧૧ હુક્કા અને તમાકુવાળી ફલેવર્સ કબ્જે કરી તપાસ હાથધરી હતી.

શહેરમાં હુક્કાબાર વધતા પોલીસે પોષ વિસ્તારમાં ચાલતા હુક્કાબારો પૂર્વ રેડ કરીને તમામ હુક્કાબાર બંધ કરાવ્યા હતા. પોષ વિસ્તારમાં પોલીસની ઘોસ વધતા હુકાબાર માલિકોએ પૂર્વમાં શરૂ કર્યુ છે હાલ તો કારંજ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(8:25 pm IST)