Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા ભરતી રદ કરાતા દેકારો

અમદાવાદ : મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ દ્વારા વિજ કચેરી માટેની ભરતી રદ કરી દેવાતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટડ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પીજીવીસસએલ સહીત ચારેય વીજ કંપનીએ જાહેર કરેલી જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર ઇજનેરની ભરતી અચાનક રદ કરી દેતાં લાખો ઉમેદવારો રઝળી પડાય છે. લાખથી વધુ ઉમેદવારોએ આ ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, પરંતુ અચાનક ભરતી પ્રક્રિયા રદ કરી દેવાતાં કૌભાંડની શંકા છે.

એમજીવીસીએલએ પોતાની વેબસાઇટ પર આ ભરતી પ્રક્રિયા રદ કર્યાની સતાવાર જાહેરાત પણ મૂકી દીધી છે, જોકે એમજીવીસીએલએ આ ભરતી રદ કરવા પાછળનું કારણ ટેકનિકલ મુદો હોવાનું જાહેર કર્યુ છે, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં કૌભાંડની શંકા પ્રબળ બનવા ઉપરાંત અરજી કરેલા લાખો ઉમેદવારોને ફટકો પડયો છે.

૧૩ ઓકટોબરના રોજ જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની ભરતી પ્રક્રિયા અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને લાખથી વધુ ઉમેદવારોએ ગુજરાતમાંથી ઓનલાઇન અરજી કરી હતી. હવે આખી ભરતી પ્રક્રિયા રદ કરાતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે. વીજ કંપની દ્વારા અરજદારોએ ભરેલી ફી અઠવાડીયામાં પરત કરાશે તેવી જાહેરાત કરાઇ છે. તેમજ નવી ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી હવે પછી આપવામાં આવશે તેવું જણાવાયું છે.

(8:24 pm IST)