Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મહેસાણા પાલિકા દ્વારા મિલ્કતો ઉપર ૮૫ રૂપિયા વેરો વધારીને મફતમા સિટી બસ દોડાવવાની યોજનાથી વિવાદ

મહેસાણા : નગરપાલિકા તંત્ર દ્વારા વિનામૂલ્યે સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાતના કારણે વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.પાલિકાએ તાજેતરમાં શહેરમાં મફત સિટીબસ સેવા શરૂ કરવાની સાધારણ સભામાં જાહેરાત કરી છે. જોકે મફત સિટીબસ સેવાની જાહેરાતની સાથે વિવાદ સર્જાયો છે. છેલ્લા ૩ વર્ષથી મહેસાણા શહેરમાં સિટીબસ સેવા સંપૂર્ણ બંધ હાલતમાં છે. તેના કારણે શહેરીજનોને મફત સિટીબસ હાસ્યાસ્પદ મુદો બન્યો છે.

જોકે કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકા દ્વારા મફત સિટીબસ સેવા માટે તેમનો અલગ તર્ક છે કે તમામ મિલકતો ઉપર ૮૫ રૂપિયા વેરો વધારી સિટીબસ સેવા મફત આપવામાં આવશે. જોકે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ૮૦,૦૦૦થી વધુ મિલકતો આવેલી છે.

ત્યારે ૮૫ રૂપિયા વધારો કરવાથી ૬૮ લાખ રૂપિયાની વધારાની આવક થશે અને વેરા વધારાની આવકથી ૭ સિટીબસો શહેરીજનો દ્વારા બસ સેવા આપવામાં આવશે. પરંતુ અહીં પ્રશ્ન ઉપસ્થિતિ થાય છે કે જે લોકો સિટીબસ સેવાનો લાભ લેવાના નથી એવા શહેરીજનો વધારાનો વેરો શું કામ ચૂકવે. તેવો પ્રશ્ન કર્યો છે.

(8:23 pm IST)