Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વડોદરામાં ડિવાઇડરમાં લગાવેલ ઝાડને પાણી પીવડાવતી શ્રમિક મહિલાને પૂરપાટઝડપે આવતા બાઈક ચાલકે હડફેટે લેતા મહિલાને ઇજા: ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા:શહેરના પંડયાબ્રીજ પાસે પોલીટેકનીક પાસે ડિવાઈડરમાં લગાવેલા ઝાડને પાણી પીવડાવતી ી  શ્રમિક મહિલાને આજે બપોરે પુરપાટઝડપે આવેલા એક બાઈકચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં મહિલા અને બાઈકચાલકને ઈજાઓ પહોંચી હતી જે પૈકીના બાઈકચાલકનું મોત નીપજ્યું હતું.

શહેર નજીક દેણા ગામમાં રહેતા ૩૬ વર્ષીય શારદાબેન શાંતિલાલ રાઠોડિયા અને તેમના પતિ વડોદરા પીડબ્લ્યુડી વિભાગમાં ફરજ બજાવે છે અને રોડ પર ડિવાઈડરમાં લગાવેલા ઝાડને પાણી પીવડાવવાની મજુરી કામ કરે છે.

આજે બપોરે દંપતી પોલીટેકનીક કોલેજ પાસે ઝાડને પાણી પીવડાવવાની કામગીરી કરતું હતું તે સમયે પંડયાબ્રીજ તરફથી પુરપાટઝડપે આવેલા બાઈકચાલક ૨૨ વર્ષીય વિશાલ રાજેશભાઈ સોલંકી (ગણેશચોક,કિશનવાડી)એ શારદાબેન સાથે બાઈક અથડાવી હતી. સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા વિશાલની બાઈક ડિવાઈડર સાથે ભટકાતા તે રોડ પર પટકાયો હતો અને માથામાં ગંભીર ઈજા થતાં બેભાન થયો હતો.

બનાવના પગલે ટોળાંએ શારદાબેન અને વિશાલને તુરંત ૧૦૮ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. શારદાબેનના પગમાં ફ્રેકચરનું નિદાન થયું હતું જયારે વિશાલને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવની શારદાબેને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં વિશાલ સોલંકી સારાભાઈ કેમ્પસમાં આવેલી કંપનીમાં ફરજ બજાવતો હોવાની તેમજ આજે નોકરી પરથી હાફ ડેની રજા લઈ ઘરે જતો હોવાની વિગતો મળી હતી.

(5:39 pm IST)