Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

નડિયાદના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના એક ગામે રહેતી યુવતીને અર્ધ બે ભાન કરી બળત્કાર ગુજાર્યો છે. ત્રણ માસ પહેલા બનેલી આ ઘટના અંગે આજે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં સાત  શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

સાણંદ તાલુકાના કોલટ ગામે રહેતો દિલીપ રણછોડ ભોઈ નડિયાદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી  ગત્ તા.૨૬મી નવેમ્બર પહેલા ભગાડી ગયો હતો. ત્યાર બાદ આ શખ્સે તેને અમદાવાદ હોટલમાં લઈ જઈ બળત્કાર ગુર્જાયો હતો. આ ઘટનાને ત્રણ માસ જેટલો સમય વિત્યા બાદ આજે   ભોગ બનનાર યુવતીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે દોડી આવી હવસ ખોર દિલીપ ભોઈ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર યુવતી અને દિલીપ થોડા સમય પહેલા મહેાદાવાદના રાસ્કા  ગામે લગ્નમાં મળેલા હતા. જ્યાં બન્ને વચ્ચે ફોનના નંબરની આપલે થઈ હતી.બન્ને લોકો અવાર નવાર ટેલીફોનીક વાતચીત  થતાં ઘાઢ પરીચયમાં આવ્યા હતા. આ બાદ લગ્ન કરવાની લાલચ આપી દિલીપ યુવતીને ભગાડી ગયો હતો. દિલીપે પોતાના માતા-પિતા અને અન્ય સંબધીઓની મદદ લઈ આ યુવતીના ઘરે જઈ ઠંડા પીણાંમાં કોઈ કેફી પદાર્થ નાંખી યુવતીને આ કેફી પદાર્થ પીવડાવ્યો હતો. આ પછી દિલીપે પોતાની મોટર સાયકલ ઉપર યુવતીને અર્ધ બેભાન અવસ્થામાં બેસાડી ભગાડી જઈ અમદાવાદ મુકામે લઈ ગયો હતો. જ્યાં હોટલમાં રોકાઈ યુવતી ઉપર બળત્કાર ગુજાર્યો હતો. ત્રણ માસ બાદ ભોગ બનનાર યુવતીએ નડિયાદ રૃરલ પોલીસ મથકે દોડી આવી હવસખોર દિલીપ સહિત તેના પિતા રણછોડ ભોઈ અને અન્ય સંબધી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં દિલીપની માતા, રમણ ઉર્ફે કીલો ગગા ભોઈ, વિષ્ણુ ભોઈ, સુમીત પટેલ (તમામ રહે.કોલટ, સાણંદ) અને મુકેશ રણછોડ મેઘા (રહે.નાયકા, માતર)નો સમાવેશ થાય છે

(5:39 pm IST)