Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સાબરકાંઠા: મહિલાને રિક્ષામાં ઉઠાવી લઇ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના 'બી' ડીવીઝન પોલીસ મથકની હદના કારવાડ રોડ ઉપરના શનિદેવના મંદિર નજીક રહેતી એક મહિલાના મકાન ઉપર ધસી આવેલા અડધો ડઝન જેટલા સખ્શોએ હંગામો મચાવી મૂકીને આ મહિલાને રીક્ષામાં ઉઠાવી જઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો કરતી ફરિયાદ ગઈકાલે નોંધાઈ છે. હિંમતનગરના કાટવાડ રોડ પરની ઘટનામાં બે મહિલા સહિત સાત જણા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો પોલીસના જણાવ્યા અનુસાર કારવાડ રોડ ઉપરના શનિદેવના મંદિર પાસે રહેતી જમનાબેન પ્રેમજીભાઈ સલાટની ફરિયાદના આધારે બે સ્ત્રીઓ સહિત અડધો ડઝન જેટલા શખ્સોના વિરૃધ્ધમાં મુખ્યત્વે રાયોટિંગનો ગુનો દાખલ કરીને સબ ઈન્સ્પેક્ટર વી.યુ. ગડરીયાને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલ રજુઆતના આધારે જાણવા મળે છે કે, ઉપરોક્ત સ્થળે રહેતા જમનાબેન સલાટના ઘર ઉપર ગઈકાલે સવારના આઠેક વાગ્યાના સુમારે બે સ્ત્રીઓ સહિત અડધો ડઝન જેટલા સખ્શો રીક્ષામાં સવાર થઈને ધસી આવ્યા હતા.ત્યારબાદ જમનાબેન સાથે તકરાર કરતાં કહ્યું હતું કે - ''તારે તારા છોકરીના ઘેર રહેવાનું નથી... તારું બીજે નાતરું કરવાનું છે..!!'' આ પછી આરોપીઓએ જમનાબેનને બળજબરીપૂર્વક રીક્ષામાં હડસેલી દીધી હતી. આ પછી રીક્ષા પૂરઝડપે હંકારી મૂકી હતી. જે દરમ્યાન આરોપીઓએ જમનાબેનને મારઝુડ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. છેવટે રસ્તામાં તેને રીક્ષામાંથી ધકેલી દઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જમનાબેન સલાટની ફરિયાદના આધારે હિંમતનગર 'બી' ડીવીઝન પોલીસે મોતીપુરા વિસ્તારના પૃથ્વીનગર પાસે રહેતા ચતુરભાઈ નારણભાઈ સલાટ તથા અમરત રોમાભાઈ સલાટ ઉપરાંત બે સ્ત્રીઓ સહિત અડધો ડઝન સખ્શોના વિરૃધ્ધમાં રાયોટીંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવ ફરિયાદી જમનાબેન સલાટ તથા સામાવાળા ચતુરભાઈ સલાટ વચ્ચેના પારિવારીક ગૃહકલેશના કારણે બન્યો હોવાના અનુમાનના આધારે પોલીસે બન્ને પક્ષોના સ્વજનોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

(5:36 pm IST)