Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કલોલમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને પોલીસે રંગેહાથે ઝડપ્યો

કલોલ:શહેર પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા જુગારીને રંગેહાથે ઝડપી લીધો હતો. જ્યારે તાલુકા પોલીસે પણ પલસાણામાં દરોડો કરી જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઇ તેમની સામે જુગારનો કેસ દાખલ કર્યો હતો.
કલોલમાં આવેલી પાનસર ચોકડી પાસે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શહેર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં વરલી મટકાનોજુગાર રમાડતા વિષ્ણુ જીવણલાલ પટેલ (રહે.પલસાણા)ને રોકડ રૃ।.૩૨૨૦ તથા વરલી મટકાના આંકડા લખેલા સાહીત્ય સાથે પોલીસે ઝડપી લઇ તેની સામે જુગારનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે કલોલ તાલુકા પોલીસે પણ ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.
પલસાણા ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે દરોડો કરી જુગાર રમતા રમેશજી ચંદાજી ઠાકોર, અશોકજી કચરાજી ઠાકોર, પ્રકાશજી ભરતજી ઠાકોર અને મનુજી રામાજી ઠાકોરને રંગહાથે ૨૧૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય જુગારીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાનસર ચોકડી પાસે સ્થાનિક પોલીસ અવાર નવાર દરોડા કરી વરલી મટકાનો જુગાર પકડી પાડતી હોવા છતાં પણ જુગારીઓને પોલીસનો સહેજ પણ ડરના હોય તેમ ફરીથી પાનસર ચોકડી પાસે વરલી મટકાનો જુગાર શરૃ કરી દેતા હોય છે.

(5:36 pm IST)