Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ખેડા નજીક નેશનલ હાઇવે પર સર્જાયેલ જુદા-જુદા ત્રણ અકસ્માતમાં એકનું મોત: અન્ય ત્રણને ઇજા

ખેડા:નેશનલ હાઈવે નં.ને છમાર્ગીય બનાવવામાં આવ્યો છે. આમ છતાં જીવલેણ અકસ્માતના બનાવો યથાવત રહ્યાં છે. ગઈકાલે સાંજે દંતાલી તેમજ ઝારોલ સીમ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના હરિયાળામાં રહેતા નરેશભાઈ રાજુભાઈ ગોહેલ ગઈકાલે સાંજે મોટર સાયકલ નં. જીજે-૨૩, બી.એન.-૩૨૫૩ ઉપર નટુભાઈ સોલંકી તેમજ અન્ય એક સંબંધીને બેસાડી નેશનલ હાઈવે નં. ઉપરથી જઈ રહ્યાં હતા. ત્યારે દંતાલી સીમ નજીક મોટર સાયકલ ડીવાઈડર સાથે અથડાતા બાઈક સવાર ત્રણે ઈસમોને ગંભીર ઈજા થઈ હતી. જેથી નટુભાઈ લ-મણભાઈ સોલંકી તેમજ તેમના સંબંધીને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક નરેશભાઈ રાજુભાઈ ગોહેલને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં નરેશભાઈ ગોહેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નટુભાઈ -મણભાઈ સોલંકી (રહે. ઝારોલ)ની ફરિયાદ આધારે વસો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:35 pm IST)