Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

શું ચૂંટણી પંચ ભાજપના બે ધારાસભ્યોને ડિસ્કવોલિફાઇ કરાશે ?

ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણીમાં વધુ ફંડ વાપર્યુ

નવી દિલ્હી, તા. ૩૧ : અમદાવાદૅં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનારા ભાજપના બે ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, અને સંતરામપુરના ભાજપના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરે ૨૮ લાખની નક્કી કરાયેલી મર્યાદા કરતા પ્રચારમાં વધારે ખર્ચો કર્યો હોવાનું બહાર આવ્યું છે. નિયમ અનુસાર, ભાજપના આ બે ધારાસભ્યો ડિસ્કવોલિફાઈ પણ થઈ શકે છે.૧૮રમાંથી ૯૯ બેઠકો જીતનારા ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદાથી વધુ ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચ આ મામલે તેમને ખુલાસો આપવા નોટિસ આપી શકે છે. જો ભાજપના ધારાસભ્યો સંતોષજનક ખુલાસો ન આપી શકે તો તેમને ડિસ્કવોલિફાય કરવાનો નિર્ણણ પણ પંચ લઈ શકે છે. જો આમ થાય તો ભાજપનું સંખ્યાબળ ૯૯જ્રાક્નત્નદ્મક દ્યટી ૯૭ થઈ જાય, અને બે બેઠક પર પેટાચૂંટણી કરાવી પડે.

ધારાસભ્યએ સરેરશ ૧૬.૪૫ લાખ વાપર્યા

ગુજરાતમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ચૂંટાયેલા વિવિધ પક્ષના ધારાસભ્યોએ ચૂંટણીમાં સરેરાશ ૧૬.૪૫ લાખ રુપિયા ખર્ચ્યા છે. અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ખ્ઝ્રય્)ના એક રિપોર્ટ અનુસાર, ૧૮રમાંથી પ૪ ધારાસભ્યોએ નિયત મર્યાદા કરતા અડધી રકમ પણ પોતાના પ્રચાર માટે ખર્ચી નથી.

એડીઆરના એનાલિસિસ અનુસાર, ડિસેમ્બર ર૦૦૭ની થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા ભાજપના ૯૯ ધારાસભ્યોએ સરેરાશ ૧૭.૩૪ લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો, જયારે કોંગ્રેસના ૭૭ ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ ૧૫.૯૯ લાખ રુપિયા થાય છે. મતલબકે, ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પાછળ ઓછા રુપિયા વાપર્યાનું જણાવ્યું છે.

ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ ફંડ વાપરનારા ટોચના પાંચ ધારાસભ્યોમાં ચાર ભાજપના છે. જેમાં સૌ પહેલા ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આવે છે, જેમણે ૩૩.૭૮ લાખ રુપિયા વાપર્યા. ત્યારબાદ મનસુખ ડિંડોર (સંખેડા)એ ૨૮.૯૬ લાખનો ખર્ચ કર્યો. (બંનેએ લિમિટથી વધુ વાપર્યા) ત્યારપછી ભાજપના સંખેડાના પ્ન્ખ્ અભેશ તડવી (૨૫.૨ લાખ), કોંગ્રેસના કાનાભાઈ ચુડાસમા, સોમનાથ (૨૫.૨ લાખ), જીતેન્દ્ર વાદ્યાણી, ભાવનગર વેસ્ટ (૨૪.૮૯ લાખ) નો સમાવેશ થાય છે.

લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડે સૌથી ઓછો (૩.૦૧ લાખ)નો ખર્ચ કર્યો, જયારે કોંગ્રેસના ભરત ઠાકોર (બેચરાજી)એ ૩.૮૧ લાખ, જિજ્ઞેશ મેવાણીએ ૫.૨૧ લાખ, કાંધલ જાડેજાએ ૫.૭૪ લાખ, ઈન્દ્રસિંહ પરમારે ૬.૩૯ લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે. સૌથી ઓછો ખર્ચ કરનારા પાંચ ધારાસભ્યોમાંથી બે અપક્ષ, બે કોંગ્રેસના અને ૧ એનસીપીના છે. જયારે ભાજપના એકેય નથી.

ભાજપના ધોળકા બેઠકના ઉમેદવાર અને હાલ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિયત મર્યાદાની ૮૪ ટકા રકમ પ્રચાર પાછળ વાપરી હતી, જયારે તેમના પછી અંજારના ધારાસભ્ય વાસણ આહિર અને ઉંબરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરનો નંબર આવે છે, જેમણે નિયત મર્યાદાની ૮૨ ટકા રકમ પ્રચારમાં વાપરી હતી. ચૂંટણી જીતી સરકારમાં મંત્રીનો હોદ્દો મેળવનારા ભાજપના ધારાસભ્યોએ જે ચૂંટણી ફંડ વાપર્યું તેમાંથી ૫૩ ટકા રકમ પક્ષ દ્વારા ફાળવવામાં આવી હતી, ૩૬ ટકા રકમ તેમણે પોતાના ખિસ્સામાંથી ખર્ચી હતી, જયારે ૧૧ ટકા ફંડ અન્ય સ્ત્રોતમાંથી ઉભું કરવામાં આવ્યું હતું. ૨૦ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓએ જણાવ્યું હતું કે તેમણે પક્ષ પાસેથી કોઈ ફંડ નથી લીધું.

(4:07 pm IST)