Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વડોદરા અનંતા બિલ્ડર્સ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડાઃ દસ્તાવેજ જપ્ત

 રાજકોટ, તા.૩૧ : વડોદરા આયકર વિભાગે આજે વહેલી સવારથી રીયલ એસ્ટેટ ક્ષેત્ર મોખરાનું સ્થાન ધરાવતી પેઢી ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે.  અનંતા બિલ્ડર ગ્રુપ પર આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં આઇટી વિભાગે દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાં મોટાપાયે કાળુ નાણું બહાર આવે તેવી શકયતા સેવાઇ રહી છે. વડોદરા શહેરના સયાજીપુરા અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ચાલતી અનંતા ગ્રુપની કંન્સ્ટ્રકશન સાઇટો અને ઓફિસો તેમજ ભાગીદારોના રહેણાંક સ્થળોએે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે સર્વે હાથ ધરાયો છે. જેમાં આવકવેરા વિભાગે જમીનને લગતા દસ્તાવેજો અને મકાન ખરીદ-વેચાણના દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી છે.  વડોદરામાં આવકવેરા વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો આવકવેરા વિભાગની કામગીરી દરમિયાન મોટાપાયે કાળુ નાણું બહાર આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

(4:06 pm IST)