Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કોંગ્રેસ નગરપાલિકાની ચૂંટણી માટે ખાસ જિલ્લા નિરીક્ષકો મૂકયા

જામનગરમાં મેરજા-વારોતરિયા : રાજકોટમાં દિનેશ પરમાર, અમરેલી, સુરેન્દ્રનગરમાં ડો. વસાવડા, રાજુ પરમાર

ગાંધીનગર, તા. ૩૧ : કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે જે તે નગરપાલિકામાં ીનરીક્ષકોની નિમણૂક કર્યા બાદ જિલ્લા નિરીક્ષકોની નિમણૂક કરી છે. જિલ્લા નિરીક્ષકો જે તે જિલ્લાની તમામ નગરપાલિકાઓની ચૂંટણીમાં દેખરેખ રાખશે. જાણવા મળ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ડો. નિેશ પરમાર, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભીખુભાઇ વારોતરિયા અને બ્રિજેશ મેરજા, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં ડો. હેમાંગ વસાવડા અને રાજુ પરમાર વગેરેની નિમણૂક કરાયેલ છે.

(3:52 pm IST)