Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સ્ત્રીઓ પર કુટુંબ નિયોજનની સર્જરીમાં ગુજરાત ચોથા નંબરે

પહેલા નંબરે આવતા બિહારે ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ ઓપરેશન પાછળ ૭૦ લાખનો ખર્ચ કર્યો હતો, જ્યારે ચોથા નંબરે આવતા ગુજરાતે ૯.૬૮ લાખ ઓપરેશન પાછળ ૨ કરોડ ૪૬ લાખથી વધુનો ખર્ચ કર્યો

નવી દિલ્હી તા. ૩૧ : કુટુંબ નિયોજનના ઓપરેશનમાં ગુજરાતની મહિલાઓ દેશમાં ચોથા નંબરે આવે છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં આ બાબત બહાર આવી છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ત્રણ લાખથી વધુ મહિલાઓ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન કરાવવામાં બિહારની મહિલાઓ અવ્વલ છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, પહેલા નંબરે આવતાં બિહારે ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ ઓપરેશન પાછળ ૭૦ લાખનો ખર્ચ કર્યો હતો, જયારે ચોથા નંબરે આવતાં ગુજરાતે ૯.૬૮ લાખ ઓપરેશન પાછળ બે કરોડ ૪૬ લાખથી વધુનો ખર્ચ કર્યો છે. આમ ગુજરાતમાં ઓછા ઓપરેશન ને ખર્ચ વધુ હોવાનું બહાર આવ્યું છે.

કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૩.૧૮ લાખ, વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૩૭ લાખ અને ૨૦૧૬-૧૭માં ૩.૧૨ લાખ મહિલાઓએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાત કુટુંબ નિયોજનના ઓપરેશનમાં પાંચમા ક્રમે હતું જે હવે ચોથા નંબરે છે. જોકે ૨૦૧૫-૧૬ની સરખામણીએ ગુજરાતમાં ૨૦૧૬-૧૭માં ૨૪,૫૮૨ ઓપરેશનનો ઘટાડો નોંધાયો છે.

કુટુંબ નિયોજનના ઓપરેશનમાં બિહાર પછી બીજો નંબર મહારાષ્ટ્રનો આવે છે. ત્રીજા નંબરે મધ્યપ્રદેશ અને ચોથા નંબરે ગુજરાત છે. પાંચમા નંબરે કર્ણાટક અને છઠ્ઠા નંબરે ઉત્ત્।ર પ્રદેશ આવે છે. મહત્ત્વનું છે કે, કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર મહિલાને ગુજરાત સરકાર તરફથી ૧૪૦૦ રૂપિયાથી વધુની ચુકવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જો ઓપરેશન નિષ્ફળ જાય તો કયા રાજય દ્વારા કેટલા કિસ્સામાં વળતર ચુકવાયું છે તેના આંકડા છુપાવવામાં આવ્યા છે.

તાજેતરમાં જ અમરેલીના કુકાવાવ તાલુકાની મહિલાએ કુટુંબ  નિયોજનનું ઓપરેશન નિષ્ફળ જતાં બાળકના ઉછેર ખર્ચ માટે સરકાર પાસેથી ૪.૫૦ લાખનું વળતર માંગ્યું હતું. અલબત્ત્।,  ગ્રાહક કોર્ટે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે એક  મહિનામાં ફરિયાદી મહિલાને ૩૦ હજારનું વળતર ચૂકવી આપવા હુકમ  કર્યો હતો.(૨૧.૯)

(9:48 am IST)