Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ડાંગમાં વાઘ પરીવારે દેખા દેતા ભારે આશ્ચર્ય

ડાંગઃ ડાંગના જંગલમાં વાઘ પરીવારે દેખા દેતા લોકોમાં કુતુહલ જાગ્યું છે.  ગુજરાતમાં એશિયાટિક સિંહ માટે ગીરનું અભયારણ જાણિતું છે પણ હવે ગુજરાતમાં વાદ્ય હોવાની વાતે ચર્ચાઓ જગાવી છે. ગુજરાતમાં વાદ્યની વસતી ગણતરી ફેબ્રુઆરીમાં શરુ થવાની છે, પણ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશન માટે કામ કરતા એક NGO એ ગયા અઠવાડિયે પોતાનો એક સર્વે કર્યો હતો, અને તે સર્વે પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં એક વાદ્ય, વાદ્યણ અને બે બચ્ચા હોવાની શકયતા વ્યકત કરી છે.

આ સર્વે અને સ્થાનિક લોકોના સ્ટેટમેન્ટને PCCF ગુજરાત અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA)ને મોકલવામાં આવ્યા છે. ફાઉન્ડેશનના ચેરમેન જલ્પેશ મેહતાએ કહ્યું હતું કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાછલા દોઢ વર્ષમાં વાદ્ય દેખાવાનું પ્રમાણ દ્યણું વધી ગયું છે. બે વર્ષ પહેલા વાદ્ય દેખાયા હોય તેવી કોકઈ દ્યટનાનો ઉલ્લેખ નહોતો થતો. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ રિપોર્ટ પર શંકા હોય તેમ લાગી રહ્યું છે.

મુખ્ય ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જી.કે.સિન્હા જણાવ્યું કે NTCA¨Ç રિકવેસ્ટ કરી છે કે ફેબ્રુઆરીમાં વાદ્યની વસતીગણતરી કરવામાં આવે. આ ગણતરીના રિપોર્ટ પછી જ વાદ્યના ગુજરાતમાં અસ્તિત્વની સાચી માહિતી મળી શકશે. NGO ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિકોએ ૩ પ્રાણીઓને જોયા હતા અને તેમને વિશ્વાસ છે કે તે વાદ્ય જ હતા. અમુક સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દ્યણાં સમય પહેલાથી જ આ વિસ્તારમાં વાદ્ય  છે.

(5:55 pm IST)