Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રસ્તામાં જોયા વિના જ ભારેખમ બોકસ ટ્રકમાંથી ફેંકયુને વૃધ્ધે ખોવો પડ્યો 'જીવ'

પાવી જેતપુર બસ સ્ટેન્ડ પાસેની ટ્રાન્સપોર્ટ કર્મચારીની બેદરકારી, સીસીટીવીમાં કેદ

સુરતઃ નસવાડીના પાવી જેતપુર બસ સ્ટેન્ડ નજીક પગપાળા જતા વૃધ્ધના માથે ભારેખમ બોકસ પડતાજ ગંભીર ઇજાને કારણે કરૂણ મોતને ભેટતા તેના પરિવારજનોમાં કલ્યાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ નસવાડીના પાવી જેતપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી સામાન રસ્તા પર નાખવામાં આવી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા રાહદારી વૃદ્ધના માથાપર વજનદાર બોકસ પડ્યુ હતુ. જેથી રાહદારીનું મોત નિપજ્યુ હતુ. જેમાં ટ્રાન્સપોર્ટ કર્મચારીની બેદરકારી સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બેદરકારી આચર્યાબાદ ટ્રાન્સપોર્ટ કર્મચારી છનન થઇ ગયો હતો આ મામલે તપાસ આગળ ધપી છે.

(4:19 pm IST)