Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગિરિમથક સાપુતારામાં થર્ટી ફસ્ટ નિમિતે ગુજરાત પ્રવાસન નિગમ સહિત ખાનગી હોટલ હાઉસફુલ

ટુરિઝમ વિભાગની હોટલ 31 ફસ્ટ થી 1,2,3,સુધી બુકિંગ થઈ ગયું

સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે થર્ટી ફસ્ટ નિમિતે ગુજરાત પ્રવાસન નિગમ સહિત ખાનગી હોટલ એડવાસન્સ બુકીંગ થઈ જવા પામ્યા છે, કોરોના કાળને ભૂલવા અને નવા વર્ષને આવકારવા હોટલ ધારકો સજ્જ બન્યા છે.

  ગિરીમથક સાપુતારા ખાતે 31 ફસ્ટ માટે પ્રવાસન નિગમ સહિત ખાનગી હોટલોમાં એડવાન્સમાં હાઉસ્ફૂલ ના પાટિયા ઝૂલી ઉઠ્યા છે.સરકારી પ્રવાસન નિગમ સહિત ખાનગી હોટેલ ધારકો એ કોરોના કોવિન્ડ ની ગાઈડ લાઈન ને અનુસરી સોસીયલ ડિસ્ટનસિંગ સાથે પશ્ચિમી સંસ્કૃતિને બદલે શાંતિમય વાતાવરણ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ કરીને ટુરિઝમ વિભાગની હોટલ 31 ફસ્ટ થી 1,2,3,સુધી બુકિંગ થઈ જવા પામી છે. જ્યારે ખાનગી હોટલો માં પણ ખાસ ઝંખપઝંકાળ ન રાખી પરિવાર સાથે નવા વર્ષને આવકારવા પ્રવાસીઓ થનગની ઉઠ્યા છે

 . આ બાબતે સાપુતારા ના સ્થાનિક રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું સાપુતારા (ગુજરાત)માં દારૂબંદી હોય પરિવાર સાથે આવતા પ્રવાસીની સંખ્યામાં વધારો થયોછે. ખાસ કરી આહલાદક વાતાવરણમાં પરિવાર સાથે આવેલ પ્રવાસીઓ સાપુતારા માં વધુ સુરક્ષા અનુભવે છે.
આ બાબતે પ્રવાસન નિગમ ના મેનેજર રાજેન્દ્રભાઇ બોસલે એ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી વચ્ચે હોટલોમાં લિમિટેડ બુકીંગ થતું હોય પ્રવાસીઓ 31 ફસ્ટ બાદ પણ સાપુતારા આવવા થનગની રહ્યા છે. અમારી હોટલ 31 ફસ્ટ બાદ પણ સારું એવું એડવાન્સ બુકીંગ થઈ ગયું છે. તેવામાં સ્થાનિક વહીવટ દ્વારા પણ કોરોના મહામારી વચ્ચે ધારા ધોરણ જળવાય રહે તે માટે તંત્રને ખડે પગે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

(12:37 am IST)