Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજપીપળા દરબાર રોડ ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિઓ થતી હોવાની રજુઆત બાદ અંદર દારૂની ખાલી બોટલો જોવા મળતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફીસ પાસે આવેલો ગાર્ડન ઘણા મહિનાઓથી  મરણપથારીએ જોવા મળે છે, પાલિકા તંત્ર આ ગાર્ડનને જાણે ભૂલી જ ગઈ હોય તેમ કોઈ સાફ સફાઈ કે જાળવણી ન કરતા લગભગ 50 લાખના ખર્ચે બનેલો આ ગાર્ડન હાલ ખંડેર હાલતમાં જોવા મળે છે જેના કારણે અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે જોકે અસામાજિક પ્રવૃતિઓ બંધ થાય તે માટે સ્થાનિકો સહિત  પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી એ કલેકટરને રજુઆત કર્યા બાદ પણ ગાર્ડનમાં આજે દારૂની ખાલી બોટલો મળતા તંત્ર ની કામગીરી પણ સવાલ ઉઠ્યા છે.

 આ બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપભાઈ દશાંદી એ જણાવ્યું કે પાલિકા દ્વારા કોઈજ પ્રકારની કાળજી ન લેવાતા ગાર્ડન ની બહાર અને અંદર પણ કચરા ના ઢગ સાથે પાણીના અભાવે ફૂલ ઝાડ મુરજાઈ ગયા છે અને મહત્વની વાત તો એ કે લાખોના ખર્ચે નંખાયેલો પાણીનો ફુવારો ખંડેર હાલતમાં છે અને અંદરથી લાઈટો પણ ગાયબ હોય લાખોના ખર્ચે બનેલા ગાર્ડનની તંત્ર જાળવણી રાખતું નથી.તે યોગ્ય રાખે એ જરૂરી છે.

(11:14 pm IST)