Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

નર્મદા જિલ્લામાં બુધવારે 4 કોરોના પોજેટિવ કેસ નિકળતા

જિલ્લાનો કુલ આંક 1746 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે 04 કોરોના પોજેટિવ કેસ નોંધાતા કુલ આંક 1746 પર પહોંચ્યો છે.

  આજે જિલ્લામાં નોંધાયેલા 04 કોરોના પોજેટિવ કેસ પૈકી રાજપીપળા સ્ટેશન રોડમાં-01,નરસિંહ ટેકરીમાં-01, તિલકવાડા તાલુકના નલિયામાં-01,અને સાગબારા તાલુકાના ગોડદાદેવમાં-01 મળી જિલ્લામાં કુલ-04 પોજેટિવ દર્દી નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 07 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 03 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 17 દર્દી દાખલ છે.આજે 04 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધી જિલ્લામાં કુલ 1708 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1746 પર પહોચ્યો છે.આજે વધુ 321 સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:08 pm IST)