Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વેદાંતા લિમિટેડ અને આઇઓસી લિમિટેડ રાધનપુર દ્વારા જોઇન્ટ ઓફ સાઈટ મોકડ્રીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રાધનપુર વેદાંતા લિમિટેડ અને આઇઓસી લિમિટેડ દ્વારા ક્રૂડ ઓઇલ પાઇપલાઇન લીકેજ અને ફાયર મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય  વાય.એસ પેંડાલ, સાયન્ટિફિક ઑફિસર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ  તુષાર ત્રિવેદી , પી એસ આઇ રાધનપુર તેમજ વેદાંતા લિમિટેડ ડી જી એમ  અનિરુદ્ધસિંહ રાઠોડ, એચ પી સી એલ સાંતલપુર ઈનચાર્જ આર બી યાદવ, ગેલ સમખીયાલી પ્રતિનિધિ નરેન્દ્ર દેવ, આઇ ઓ સી લિમિટેડ અધિકારી  સૌરભ ગુપ્તા હાજર રહ્યા હતાં તેમ વેદાન્તા લિમિટેડ રાધનપુર એચ.એસ.ઇ આસિસ્ટન્ટ મેનેજર મંસૂરશાહ ખાને જણાવ્યું હતું.

(10:12 pm IST)