Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

31મી ડિસેમ્બરે ફાર્મ હાઉસની પાર્ટી પર ખાસ નજર રખાશે - સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન

પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એન.ગોહિલએ પાતલીયા ચેક પોસ્ટ પર સતત રાઉન્ડથી બુટલેગરો બકરી બની ગયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવા વર્ષની ઉજવણી માટે સમગ્ર દક્ષિણ ગુજરાતના ફાર્મ હાઉસ પર ગુપ્ત રીતે પાર્ટીનું આયોજન દર વર્ષે થતું હોય છે. આ વર્ષે આ પાર્ટીઓ પર પોલીસે ખાસ વોચ ગોઠવી છે. દારૂ પાર્ટી જ નહી, પરંતુ દારૂ ન પીરસાતો હોય એવી પાર્ટીઓ પર પણ પોલીસે મનાઇ ફરમાવી છે. જેના માટે પોલીસ સતત ગ્રામ્ય વિસ્તારમાં વોચ રાખશે

  સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને અકિલા સાથે વાતચીત માંજણાવ્યું કે, નવા વર્ષની ઉજવણી માટે ખાસ કરીને ગામડાઓ પર વોચ રાખવામાં આવશે. જેના માટે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા ફાર્મ હાઉસ હોય એવા ગામોના સરપંચોને પણ સતર્ક રહેવા સૂચના અપાઇ છે.   

    આ વર્ષે કોરોનાથી બચવું ખાસ જરૂરી બન્યું છે. આવા સોશ્યલ ગેધેરીંગમાં કોરોના સંક્રમણનો ખતરો ઉભો થતો હોય આવા ગેધેરીંગથી દૂર રહેવા પોલીસે સૂચન કર્યું છે. જો તેમ છતાં પણ લોકો આવા ઇવેન્ટ કરશે તો પોલીસ તેમની વિરૂદ્ધ કાયદાકિય પગલાં ભરશે. દારૂ વિનાની પાર્ટી હશે તો પણ તેમના વિરૂદ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ થશે.જ્યારે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એન.ગોહિલએ પાતલીયા ચેક પોસ્ટ પર સતત રાઉન્ડથી બુટલેગરો બકરી બની ગયા છે

(9:43 pm IST)