Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

લાલુ જાલિમની ૧૧ લોકોની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

૯૪ ગુનાઓની ક્રાઇમ કુંડળી છે : ઉત્તર પ્રદેશ સુધી ગુનાખોરીનું સામ્રાજ્ય જમાવનાર અમિત મહેન્દ્ર રાજપૂત ઉર્ફે લાલુ ગેંગ પર ગુજસીટોકના કેસ કર્યા

સુરત,તા.૩૦ :સુરતમાં છેલ્લા કેટલાકસ સમયથી અલગ અલગ ગેંગ દ્વારા શેરમાં લોકોની માલ મિલકત સાથે અથવા તો ગુનાહિત કાવતરા કરી લોકો માટે જોખમ ઉભું કરવા માટે જાણીતા હોય તેવી ગૅંગ પર સરકાર દ્વારા લગામ કસવા માટે ગુંડા એક્ટ હેઠળ તેના પાર કાર્યવાહી કરવાની જાહેરાત બાદ આજે સુરત પોલીસે ૯૪ જેટલા ગુનામાં સંડોવાયેલા લાલુ જાલિમની ૧૧ લોકોની ગૅંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જોકે નવો કાયદો આવ્યા બાદ આ બીજી ગૅંગ પર પોલીસે કાર્યવાહી કરી છે. સુરત પોલીસે લોકો માટે અને ખાસ કરીને પોલીસનો માથાનો દુઃખાવો બનેલા આસિફ ટામેટા ગૅંગ વિરુદ્ધ પહેલો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આજે સુરતના કુખ્યાત અમિત રાજપૂત ઉર્ફે લાલું જાલિમની ગૅંગ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે જોકે આ ગૅંગ વિરુદ્ધ સુરત ના મોટા ભાગના પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા છે. આ ગેંગ ના કેટલાક આરોપીઓની પોલીસે આજે ધરપકડ કરી હતી.

       જોકે આ ગૅંગમાં અમિત ઉર્ફે લાલું જાલીમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીના સાગરીતોએ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધના , વ્યથા , મહાવ્યથા, ખૂન, ખૂનની કોશીષ અપહરણ જેવા શરીર સબંધી, લુંટ, ખંડણી જેવા મિલકત સબંધી તથા ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ તથા આર્મસ એકટ અને એટ્રોસીટી એ કટ સંબંધી ગંભીર ગુનાઓ આચરવા માટે અન્ય સાગરીતો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલીમ રાજપુત છે. આ ટોળકીના સાગરીતો દ્વારા સુરત શહેરમાં અમરોલી, કતારગામ, એઠવા, સચીન, ઈચ્છાપોર, ઉધના, રાંદેર, ચોકબજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલ્વે, સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઉભી કરી તમામ આરોપીઓએ સંગઠિત તથા વ્યકિતગત કુલ ૯૪ ગુનાઓ આચરેલ છે.

(9:19 pm IST)