Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “સી” પ્લેન સેવા ફરી શરૂ : હવે મેન્ટેનન્સ અમદાવાદમાં જ થઇ જશે

31મી ડિસેમ્બરે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉજવણી કરી શકશે : પ્રવાસીઓની એન્ટ્રી મર્યાદા પણ વધારાઈ

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “સી” પ્લેન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લહેર ઉઠી છે . અગાઉ જ્યારે “સી” પ્લેન શરૂ થયું ત્યારે મેન્ટેનન્સ માટે માલદિવ મોકલવામાં આવ્યું હતું, હવે બીજું પ્લેન આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “સી” પ્લેન સેવા અવિરત ચાલુ રહેશે

   સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે હવે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “સી” પ્લેનના મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવશે, એના માટે નાગરિક ઉડ્ડયન વિભાગના કેન્દ્ર સરકારના સેક્રેટરી પણ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. દિવસમાં બે ફ્લાઈટ આવવાની અને બે ફ્લાઈટ જવાની ચાલશે. જેથી સવારે આવી સાંજે પરત જવું હોય તો પ્રવાસીઓ પરત જઈ શકશે. “સી” પ્લેનની સાથે ગુજરાત ટુરિઝમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી સિંગલ પેકેજ આપે જેથી પ્રવાસીઓ સિંગલ પેકેજ આયોજન જલ્દી જાહેર થશે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યુઈંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓનો મર્યાદા હતી, જે વધારી 5500 કરવામાં આવી છે. એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે

   કોરોનાકાળમા લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહિત ભારતભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે, ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી એટલે નવા વર્ષના અને નાતાલના વધામણા માટે કરફ્યુ મુક્ત કેવડિયામાં આવી રહ્યા છે. અને ઊજવણી માટે થનગનાટ કરી રહયા છે. ઉલ્લેખનીય કે કેવડિયામાં હોટલો ટેન્ટસીટીમાં પ્રવાસીઓ ભરપૂર આવી રહ્યા છે.

(8:39 pm IST)