Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

GPSC વર્ગ -1ની મોકૂફ કરાયેલી પ્રિલિમ્સ પરીક્ષા 4 ફેબ્રુઆરી 2021થી શરૂ કરાશે

પરીક્ષા હવે 4 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી 2021 સુધીમાં તબક્કાવાર રીતે લેવામાં આવશે

અમદાવાદ :કોરોનાના કેસમાં વધારો થતાં ગત 22મી નવેમ્બરથી શરૂ થનાર GPSC કલાસ-1ની પ્રિલીમ પરીક્ષા મોકૂફ રખાઈ હતી જેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે

કોરોનાની પરિસ્થિતિને કારણે GPSC વર્ગ -1ની સ્થગિત કરાયેલી પરીક્ષા હવે 4 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી 2021 સુધીમાં તબક્કાવાર રીતે લેવામાં આવશે. આ સિવાય હાઇડ્રોલોજીસ્ટ વર્ગ -2ની પરીક્ષા 14મી ફેબ્રુઆરી 2021ના રોજ લેવાશે, જ્યારે આસિસ્ટન્ટ સહાયક વર્ગ -3ની પરીક્ષા 9મી મે ના રોજ લેવાશે. સરકારી મેડિકલ કોલેજમાં એનોટોમીના પ્રાધ્યાપક વર્ગ-1ની પ્રાથમિક કસોટી 24મી ફેબ્રુઆરીના રોજ આયોગ ભવન ખાતે લેવાશે. GPSC Exam Schedule  

ગત નવેમ્બર મહિનામાં દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 22મી નવેમ્બરથી શરૂ થતી GPSC વર્ગ-1 પ્રીલિમ પરીક્ષા ગુજરાત રાજ્ય જાહેર સેવા પંચ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી.

GPSC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સરકારી કોલેજોમાં મેડિકલ ટીચર્સની સહિત વર્ગ 1 માટેની વિવિધ ભરતીની પરીક્ષા નવેમ્બર મહિનામાં 22, 24, 26, 28 અને 29 તારીખે યોજવનારી પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. GPSC Exam Schedule  

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20મી નવેમ્બરના રોજ – શુક્રવાર રાત 9 વાગ્યેથી 57 કલાક જનતા કરફ્યુની જાહેરાત કરી હતી. અમદાવાદમાં રૂટિન એસટી સેવા પણ બંધ રહી હતી.

(8:07 pm IST)