Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

" આત્મનિર્ભર મહિલા અભિયાન " : સમસ્ત પાટીદાર સમાજ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના સંયુક્ત ઉપક્રમે યોજાનારુ એક્ઝિબિશન : 1, 2 અને 3 જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન આયોજિત એક્ઝિબિશનમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે

સુરત : સમસ્ત પાટીદાર સમાજ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન) લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને શ્રી ઉમિયાધામ વરાછા, સુરતના સહયોગથી કોવિડ–૧૯ના નિયમોને આધિન 📣 આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ: 1, 2 અને 3 જાન્યુઆરી, ૨૦૨૧ સમય: બપોરે ૧૨ થી રાત્રે ૮ કલાક સુધી


સ્થળ: સમસ્ત પાટીદાર સમાજ વાડી (એમ. એમ. ખેની ભવન), આંબા તલાવડી રોડ, અંકુર સ્કૂલની સામે, કતારગામ, સુરત
 
આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
 
⚠️ આત્મનિર્ભર મહિલા એકઝીબીશનમાં ભાગ લેવા ઇચ્છુક મહિલા સાહસિકોને રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવા માટે ચેમ્બર (સમૃદ્ધિ બિલ્ડીંગ, મકકાઇપુલની બાજુમાં, નાનપુરા) તથા સમસ્ત પાટીદાર સમાજની ઓફિસ (સમસ્ત પાટીદાર સમાજ વાડી, અંકુર સ્કૂલની સામે, આંબા તલાવડી રોડ, કતારગામ)નો સંપર્ક કરવો.

વધુ માહિતી માટે 📞 0261 2291111 ઉપર સંપર્ક કરવા SGCCI ની યાદીમાં જણાવાયું છે.

(7:07 pm IST)