Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે માંડલ તાલુકા ભાજપના હોદ્દેદારોની બેઠક મળી

અમદાવાદ જિલ્લાના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઇન્ચાર્જ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ માર્ગદર્શન આપ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે માંડલ તાલુકાના ઉમીયા વાડી ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. અમદાવાદ જિલ્લાના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઇન્ચાર્જ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીએ માંડલ તાલુકા હોદ્દેદારો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, સહીતના હોદ્દેદારો સાથે અલગ અલગ બેઠકો કરી એમના મંતવ્યો જાણ્યા હતા અને ચૂંટણીલક્ષી માહિતી આપી હતી

   માંડલ તાલુકામાં ચાલતી પેજ પ્રમુખ અને પેજ સમિતિની માહિતી મેળવી અને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત શંકરભાઈ ચૌધરી અને રમીલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટેની હાકલ કરી હતી.

 આજની બેઠકમાં અમદાવાદ જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા હોદ્દેદારો, પુર્વ ધારાસભ્યો,  તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સહીતના અપેક્ષીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(6:19 pm IST)