Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નવા બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવી રિક્ષામાં ચોરીનો મોબાઈલ ફોન વેચવા આવેલ બે શખ્સને ઝડપી પાડ્યા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નવા બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને રીક્ષામાં ચોરીના મોબાઈલ ફોનો વેચવા આવેલા પેટલાદના બે શખ્સોને ઝડપી પાડીને કુલ ૧.૯૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર નવા બસસ્ટેન્ડ પાસે વોચમાં ઉભેલી પોલીસે એક સીએનજી રીક્ષામાં બે શકમંદ શખ્સો આવી ચઢતાં પોલીસે તેમને અટકમાં લઈને તપાસ કરતાં તેમની પાસેથી એક થેલી મળી આવી હતી. જેમાં અલગ-અલગ કંપનીના ૩૦ જેટલા મોબાઈલ ફોનો મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતાં તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી પોલીસ મથકે લાવીને નામઠામ પૂછતાં તેઓ મોહસીન ઉર્ફે છોટુ રીફાકત નીયાઝશા અબ્દાલ અને અયાઝુદ્દીન ઉર્ફે ભુરીયો જલાલુદ્દીન ઉર્ફે માંકડો મલેક (રે. બન્ને પેટલાદ)ના હોવાનું જણાવ્યું હતુ.

(5:10 pm IST)