Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

બનાસકાંઠા જિલ્લામાં લૂંટફાટ ચોરીના ગુનાહમાં જુદી જુદી જગ્યાએથી પોલીસે 14 શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા

બનાસકાંઠા:જિલ્લામાં લુંટ,ધાડ, ચોરી, દારૃની હેરાફેરી, અપહરણ અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા ૧૪ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓને જુદી જુદી જિલ્લા જેલોમાં મોકલી અપાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

રાજ્ય અને આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ચોરી, લુંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા ૧૪ જેટલા અસામાજિક તત્વોને(પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવાના  આદેશ કરવામાં આવ્યો છે.  જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે. પાલપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અનેકલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકિદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલે તમામ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટઓને સુચના આપી છે.

(5:10 pm IST)