Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સુરતના વરાછામાં પરિવારના સભ્યએ પ્રેમી સાથે લગ્ન કરવાની ના કહેતા માઠું લાગી આવતા યુવતીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના વરાછામાં ૨૦ વર્ષીય યુવતીએ આજે બપોરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારના સભ્યો એ ના પાડતા માંઠુ લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હતુ.

ે સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ  વરાછા રોડ પર માતાવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય રાધિકા રાઠોડ ે(નામ બલદલ્યુ છે) આજે બપોરે ઘરમાં ડાબા હાથની નસમાં ચિરો પાડયો હતો. બાદમાં તેણે રૃમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આ અંગે તપાસ કરનાર વરાછા પોલીસ મથકના એ.એસ.આઇ જયંતીભાઇએ કહ્યું હતું કે રાધિકા મુળ ઉતરપ્રદેશની વતની હતી.તેનો એક ભાઇ અને એક બહેન છે.તેના પિતા શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણા સમય પહેલા રાધિકાની કોઇ યુવક સાથે આંખ મળી ગઇ હતી. બંને લગ્ન કરવા માંગતા હતા.તેથી રાધિકાએ તેના પરિવાના સભ્યોને લગ્ન બાબતે જાણ કરતા તેના પિતાએ  તે યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. તેથી તેને માંઠુ લાગી આવતા હાથમાં ચિરો પાડીને ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

(5:09 pm IST)