Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સુરતમાં 11 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સુનવણી કરી

સુરત: શહેરમાં રૃ.11 લાખના ચેક રીટર્ન કેસના આરોપીને આજે ચોથા એડીશ્નલ  ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશ વર્માએ દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીને વળતર પેટે રૃ.14.96લાખ ચુકવવા હુકમ કર્યો છે. જો આરોપી વળતર ન ચુકવે તો કોર્ટે આરોપીને વધુ ત્રણ મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સુરતના ડાયમંડ ઉધોગમાં હીરાની લે-વેચ સાથે સંકળાયેલા ફરિયાદી નાગર શંકર માંડલીયા (રે. હરીકૃષ્ણ સોસાયટીવેડરોડ કતારગામ)એ મૂળ જુનાગઢના વિસાવદર તાલુકાના વતની એવા આરોપી ગીરીશ વ્રજલાલ કોટડીયા સાથે મિત્રતાના સંબંધ હતા. જુલાઈ-2014માં આરોપી ગીરીશ કોટડીયાને ધંધાકીય હેતુ માટે નાણાંકીય તંગી હોઈ મિત્રતાના સંબંધના નાતે ફરિયાદી પાસેથી રૃ.11 લાખ હાથ ઉછીના લીધા હતા. જેને પેમેન્ટ પેટે માર્ચ-2016માં આપેલા ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કરી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ ફરિયાદી નાણાં કાયદેસરના લેણાં હોવાનું પુરવાર થતા આરોપી ગીરીશ કોટડીયાને કોર્ટે દોષી ઠેરવી એક વર્ષની સજા અને વળતરનો હુકમ કર્યો હતો.

(5:09 pm IST)