Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સુરતના વરાછામાં થેલેસેમિયા મેજર શખ્સને હિંમત આપવા સોસાયટીના લોકોએ યુવકના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરી

સુરત:થેલેસેમિયા આનુવંશિક રોગ છે.થેલેસેમિયા મેજર એક ગંભીર પ્રકારનો લોહી નો રોગ છે જેમાં લોહીમાં હિમોગ્લોબીન બનતું નથી. જિંદગીભર બીજા રક્તદાતાઓના લોહી પર આ દર્દીઓ જીવે છે. સણીયા હેમાદગામના થેલેસેમિયા પીડીત તરૃણનો ઉત્સાહ વધારવા આજે તેના ગામના લોકોએ તરૃણનાં જન્મ દિવસે જ રકદાન કેમ્પ  અને જમણવાર કરી અનોખી રીતે ઉજવણી કરી હતી.

સણિયા હેમાદગામમાં જલારામ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય જયકુમાર કિશોરસીંહ મેધાત થેલેસેમિયાની બિમારીથી પીડાઇ રહ્યો છે. મંગળવારે જયકુમારનો જન્મ દિવસ હતો.તેથી તેનો ઉત્સાહ વધારવા માટે ગામના અને સમાજના લોકોએ કઇ અલગ ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતુ. અન્યનાં  લોહીથી જીવતા જયકુમારના જન્મ દિવસે આવી બિમારીથી પીડાતા અન્ય  દર્દીઓ માટે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતુ.

(5:08 pm IST)