Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સુરતના ફુલપાડા વિસ્તારમાં અગાઉ નજીવી બાબતની તકરારમાં હત્યા કરનાર શખ્સ આંઠ વર્ષથી કેસ કાર્યવાહીમાં હાજર ન રહેતા અદાલતે જામીન અરજી નામંજૂર કરી

સુરત: શહેરનાફુલપાડા વિસ્તારમાં અશોક નગરમાં રહેતા મુખ્ય આરોપી સંતોષ ઉર્ફે કાળીયો કોંગ્રેસપ્રધાને વર્ષ-2008માં કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર સાથે અન્ય ચાર આરોપી મિત્રોની મદદગારીમાં ચંદનરામ બહેરામ નામના શખ્શને ગળું કાપીને હત્યા કર્યા બાદ લાશને કોથળામાં નાખીને નવા કોસાડ રોડ સુર્યનગર સોસાયટીના પાછળના ભાગે નાખી પુરાવાનો નાશ કરવાનો કારસો રચ્યો હતો.

અમરોલી પોલીસે જેલભેગા કરેલા આરોપી સંતોષ ઉર્ફે કાળીયાને હાઈકોર્ટે કડક શરતોે આધીન રૃ.50 હજારના જામીન પર મુક્ત કર્યો હતો. ફેબુ્રઆરી-2013માં આ કેસમાં  ચાર્જફ્રેમ થતા કેસ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જો કે હાઈકોર્ટના શરતી જામીન પર મુક્ત થયેલા આરોપી સંતોષ 2014 થી નિયમિત ગેરહાજર રહેતા જુદા જુદા તબક્કે કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ થયા પણ બજવણી થતી નહોતી. જામીનદારને પણ નોટીસ કાઢવા છતાં મળી આવતા નહોતા. જેથી આઠ વર્ષથી કેસ કાર્યવાહી  પેન્ડીંગ રહી હતી. અલબત્ત આરોપી બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા આવતા તેને ઝડપી જેલભેગો કરાતા જામીન માંગ્યા હતા.

(5:08 pm IST)